રાજ્યના 41 તાલુકાઓમાં વરસાદ પડ્યો, વીજળી પડવાથી 2ના મૃત્યુ

0
18
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ અને ભારે પવનના કારણે નુકસાન સર્જાયું છે. રાજ્યમાં કુલ ૪૧ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ઉપરાંત વીજળી પડવાને કારણે રાજ્યમાં બે માનવ મૃત્યુ નોંધાયા છે. તેવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં આજે સાંજે વરસાદ અને પવન ફૂંકાવાથી સર્જાયેલી સ્થિતિની સમિક્ષા તાત્કાલિક હાથ ધરવા, કાર્યકારી મુખ્ય સચિવ સુનયના તોમરને દિશાનિર્દેશ આપ્યા છે.

મુખ્યમંત્રીના આ દિશાનિર્દેશને પગલે શ્રીમતિ સુનયના તોમરે અસરગ્રસ્ત જિલ્લાના કલેક્ટરો સાથે વિડિયો કોન્ફરન્સ યોજીને તેમના જિલ્લામાં થયેલા વરસાદ, પવન અને વીજળીની સ્થિતિ વગેરેની તલસ્પર્શી મહિતી મેળવી હતી. તેમણે જિલ્લા તંત્રવાહકોને એલર્ટમોડ પર રહેવા અને હવામાન વિભાગની આગાહી અનુસાર આગોતરા આયોજન માટે પણ માર્ગદર્શન આપ્યુ હતું.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/