રાજકોટ મધ્યસ્થ જેલના જેલરની મોરબી સબ જેલ ખાતે બદલી કરાઈ

0
72
/

મોરબી : હાલ મોરબી સબ જેલના જેલરની બદલી કરવામાં આવી છે. તેની જગ્યાએ રાજકોટ મધ્યસ્થ જેલના જેલરને રાખવામાં આવેલ છે.

મોરબી પોલીસ વડી કચેરીના આદેશ અનુસાર મોરબી સબ જેલના જેલર એલ. વી. પરમારની ગળપાદર જેલ, ગાંધીધામ ખાતે બદલી કરવામાં આવેલ છે. તેમજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે જેલર તરીકે ફરજ બજાવતા કે. એસ. પટણીની મોરબી સબ જેલ ખાતે બદલી થયેલ છે. વધુમાં, સુબેદાર તરીકે ફરજ બજાવતા લાલસિંહ મેઘરાજસિંહ ઝાલાને જેલર તરીકે બઢતી મળી મોરબી સબ જેલ ખાતે જેલર તરીકે મુકવામાં આવેલ છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/