રાજકોટ જીમખાના ક્‍લબ દ્વારા ૩૧મી થી ૯ ફેબ્રુઆરી સુધી ઇન્‍વીટેશન ટૂર્નામેન્‍ટ યોજાશે

0
44
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

રાજકોટ : જીમખાના ક્‍લબ દ્વારા તા.૩૧-૦૧-૨૦૨૫ થી તા.૦૯-૦૨-૨૦૨૫ ઇન્‍વીટેશન ટુર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવેલ છે.

એચ.એચ.ઠાકોર સાહેબશ્રી પ્રધ્‍યુમનસિંહજી ઓફ રાજકોટ સૌરાષ્‍ટ્ર કચ્‍છ સીંગલ્‍સ અને ડબલ્‍સ ટેનીસ ટુર્નામેન્‍ટ. શ્રી બાબુભાઇ એમ.વોરા વેટરન ડબલ્‍સ ટેનીસ ટુર્નામેન્‍ટ. મહારાણી નરેન્‍દ્રકુવરીબા સાહેબ ઓફ રાજકોટ જુનીયર સૌરાષ્‍ટ્ર એન્‍ડ કચ્‍છ બોયસ એન્‍ડ ગર્લ્‍સ ટેનીસ ટુર્નામેન્‍ટ. વિસિનદાસ લાલચંદાણી ઓપન સૌરાષ્‍ટ્ર એન્‍ડ કચ્‍છ ઇન્‍વીટેશન બીલીયર્ડ એન્‍ડ સ્‍નુકર ટુર્નામેન્‍ટ. એચ.એચ.ઠાકોર સાહેબ મનોહરસિંહજી ઓફ રાજકોટ ઓપન સૌરાષ્‍ટ્ર એન્‍ડ કચ્‍છ સ્‍કોશ ટુર્નામેન્‍ટ રમાડવામાં આવશે. રાજકોટ, જામનગર, ભાવનગર, જુનાગઢ, સુરેન્‍દ્રનગર, ભુજ, અંજારની, ક્‍લબોમાંથી ખેલાડીઓ ભાગ લ્‍યે છે. આ ટુર્નામેન્‍ટમાં ભાગ લેવા ઇચ્‍છનાર ખેલાડી પોતાની એન્‍ટ્રી નામ સાથે ટેનીસ/બીલીયર્ડ/સ્‍કોશ સેકેટરી રાજકોટ જીમખાના ક્‍લબના નામે તા.૨૯ ના રોજ સાંજ  ૮ વાગ્‍યા સુધીમાં મોકલી આપવા વિનંતી કરાઇ છે. રાજકોટ જીમખાના ક્‍લબના ટેનીસ સેક્રેટરી રાજુભાઇ વ્‍યાસ, બીલીયર્ડ સેક્રેટરી ડો.અજયભાઇ પાટીલ તેમજ સ્‍કોશ સેક્રેટરી જયદીપભાઇ વોરાની યાદી જણાવે છે. વધુ વિગત માટે (મો.૦૨૮૧-૨૨૨૮૫૪૧)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/