રાજકોટ જીલ્લામાં કોરોનાનો વધુ એક કેસ સામે આવ્યો છે. ત્યારે જસદણનાં એક આરોગ્ય કર્મચારીને કોરોના પોઝીટીવ આવેલ છે.
જસદણનાં આંબરડી ગામે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા જાવેદભાઇ રસુલભાઇ પઢાણ ઉ.વર્ષ 40 અને તેમના પત્ની રેશ્માબેન ઉ.વર્ષ 35 ને કોરોના પોઝીટીવ આવેલ છે.
જાવેદભાઇ રાજકોટ રહે છે બે દિવસ પહેલા તેમનાં સબંધીને કોરોના પોઝીટીવ આવતા કોવિડ પોઝીટીવ સેન્ટરમાં મુકવા ગયા હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ મહાનગરપાલીકા નાં વોર્ડ ૨ વિસ્તારમાં રૈયા રોડ પર આવેલ નહેરું નગરમાં રઝાનગર ૪ માં ઝરીન મંઝિર નામના મકાનમાં રહેતા ૪૦ વર્ષીય જાવેદ ભાઈ પઠાણ અને તેમના પત્ની ૩૫ વર્ષીય તેઓ પોઝિટીવ દર્દી નાં સંપર્ક માં આવેલ હતા. તેમના સંપર્ક માં આવેલા ૧૦ લોકો ને સમરસ ખાતે કોરેન્ટાઇન કરેલ છે.તથા રઝા નગર ૪ ના ૩૬ ઘર ને કન્ટાઇન્ટ કરેલ છે. જેમાં ૧૬૧ સભ્યો છે.આ બંને કેસ રાજકોટ શહેરના ગણાશે નહીં.આ સાથે જીલ્લામાં કુલ કેેેસની સંખ્યા 198 પર પહોંચી ગયેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide