યુવાનના બાઈક અને મોબાઈલ મળી આવ્યા, અપહરણ વિશે પોલીસને હજુ સુધી કોઈ મહત્વની કડી હાથ ન લાગતા બનાવનું કારણ અકબંધ
મોરબી : હાલ રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલ પ્રજાપતિ સોસાયટી શેરી નંબર-2 માં રહેતા મૂળ મોરબીના કોયલી ગામના વતની અને શેરબજારના ધંધા સાથે સંકળાયેલા કરણ પુનભાઈ ગોગરા (ઉ.વ. 24) નામના યુવાનનું કોઈ કારણોસર અજાણ્યા શખ્સો અપહરણ કરી ગયાનો રાજકોટમાં ગુનો નોંધાયો છે. આ યુવાનનું અપહરણ થયાને ખાસ્સો સમય વીતી જવા છતાં હજુ સુધી રાજકોટ પોલીસે યુવાનના અપહરણ વિશે કોઈ મહત્વની કડી હાથ લાગી નથી. આથી, બનાવના કારણ અંગે રહસ્ય ઘુંટાઈ રહ્યું છે.
31 ડિસેમ્બરની બપોરના સમયે કરણે પોતાની પત્નીને ફોન કરીને પોતે ઘરે મોડો આવશે એવી જાણ કરી હતી અને અડધો કલાક પછી કરણના પિતરાઈ ભાઈ એભલને કરણના ફોનમાંથી ફોન આવ્યો કે, કરણનું છરીના ઘા ઝીકી કારમાં અપહરણ થઈ ગયું છે. તેના બાઈક અને મોબાઈલ અહીં પડ્યા છે. તાત્કાલિક ન્યારી ડેમ પાસે પહોંચી જાવ. આથી, એભલ તેના પરિચિતો સાથે ન્યારી ડેમ પાસે પહોંચી ગયો હતો. પણ ત્યાં આવું કશું જ મળ્યું ન હતું. આથી, કરણના પરિવારજનોને જાણ કરાઈ હતી. બાદમાં યુવાનના પરિચિતો અને સંબંધીઓને ફોન કરીને તપાસ કરાઈ હતી. પણ યુવાન વિશે કોઈ માહિતી પણ મળી ન હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide