રાજકોટ-મોરબી રોડ પર મીની ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, ટ્રકચાલક ઈજાગ્રસ્ત

0
77
/

મોરબી : રાજકોટ-મોરબી રોડ પર મીની ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકચાલકને ઇજાને ઇજા પહોંચી છે.

આ બનાવની મળતી માહિતી મુજબ રાજકોટ-મોરબી રોડ પર વિરપર નજીક પુરઝડપે આવતા માહી દુધના મિની ટ્રકે ટેકટરને ટક્કર મારતા ભયાનક અકસ્માત થયો હતો. આ અકસ્માતના પગલે ઘઉં ભરેલ ટ્રેક્ટર રોડની બાજુએ ઉતરી ગયુ હતું. તેમજ ટ્રેક્ટરચાલકને પગ અને શરીરના અન્ય ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ સેવા ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને 108 સેવાના પાઈલોટ છેલ્લુભાઈ અને ડો. વલ્લભભાઇ લાઠીયા દ્વારા 108 એમ્બ્યુલન્સ મારફત ઘાયલને મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/