રાજકોટ: કોરોના સંક્રમણના કારણે દેશમાં લોકડાઉનના કારણે મંદીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે એવામાં પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. જેને લઇને કૉંગ્રેસ ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. રાજકોટમાં ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિત ચાવડાના આદેશ અનુસાર પેટ્રોલ ડીઝલના અસહ્ય ભાવ વધારાને લઇને વિરોધ કર્યો છે. રાજકોટના તમામ વોર્ડમાંથી સ્થાનિક આગેવાનો અને કોર્પોરેટરો બળદગાડા લઇને ભુપેન્દ્ર રોડ સ્વામિનારાણ મંદિર ખાતે એકત્રિત થઇ આશ્ચર્યજનક કાર્યક્રમ કરશે. અમિત ચાવડાના આદેશ અનુસાર તમામ સ્થળે વિરોધ કાર્યક્રમોં યોજાશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide