રાજકોટ: ગઈ રાતે વર્ષ 2024ની છેલ્લી રાત અને 2025ના નવા વર્ષને આવકારવા થર્ટી ફર્સ્ટ પર લોકો ડીજેના તાલે ઝૂમી ઉઠયા હતા અને વર્ષ 2025નું સ્વાગત કર્યું હતું ત્યારે થર્ટી ફર્સ્ટ પર બુટલેગરો, પેડલરો અને નશાની હાલતમાં નીકળતાં નશાખોરો સામે રાજકોટ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી
અને દારૂ ઢીચી નીકળેલા 35 શરબીઓને દબોચી લીધા હતા પોલીસ દ્વારા મોડી રેટ સુધી ચેકિંગ કરવામાં આવ્યું હતું અને પાર્ટીઓ પર ડ્રોનથી નજર રાખી હતી ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, પીસીબી, એલસીબી સહિત તમામ પોલીસ મથકનો સ્ટાફ વ્હેલી સવાર સુધી ખૂણે ખૂણે ચેકીંગ હાથ ધરી 35 જેટલા પીધેલાઓને પકડી પાડ્યા હતાં. પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા અને એડી. સીપી મહેન્દ્ર બગડીયાની રાહબરીમાં 4 ડીસીપી, 6 એસીપી, 21 પીઆઈ, 70 પીએસઆઇ, 851 પોલીસ જવાન તથા 451 ટીઆરબી-હોમગાર્ડ જવાનો સાંજ પડતાં જ મેદાનમાં ઉતરી ગયાં હતા પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસમાં યોજાયેલ ડાન્સ પાર્ટીઓમાં ખાસ નશાની હાલતમાં ઘુસેલા શખ્સો અને રોમિયોગીરી કરતાં શખ્સો પર ખાસ વોચ રાખવા એસઓજીની ટીમે ડ્રોન કેમેરાથી ચેકીંગ હાથ ધર્યું હતું. તેમજ એનડીપીએસ કીટનો ઉપયોગ કરી એડિકટોને પકડવા કવાયત હાથ ધરી હતી. પોલીસ દ્વારા ઠેર-ઠેર પોલીસ બ્રેથ એનેલાઈઝરની મદદથી નશાખોરોને પકડવા સઘન ચેકીંગ હાથ ધરી શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી નશાની હાલતમાં નીકળેલા 35 શખ્સોને પકડી પાડ્યા હતાં.
થર્ટી ફર્સ્ટ પર રેસકોર્સ રિંગ રોડ, કાલાવડ રોડ, અમીન માર્ગ, યુનિ. રોડ, સાધુ વાસવાણી રોડ, કોટેચા ચોક, સહિતના વિસ્તારોમાં નવા વર્ષની ઉજવણી કરવા લોકો નીકળ્યાં હતાં ત્યારે ત્યાં પણ પોલીસે ખડેપગે રહી લોકોને સુરક્ષા પ્રદાન કરી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide