મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લાના પોલીસવડાને આવેદનપત્ર પાઠવાયું
મોરબી : હાલ આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા દ્વારા વસૂલી અને ભ્રષ્ટાચારમાં લિપ્ત સિનિયર પોલીસ અધિકારીની ધરપકડ કરી ડીસમિસ કરવામા આવે તેવી માંગ સાથે રાજ્યના ગૃહ વિભાગના અધિક સચિવને સંબોધીને મોરબીના પોલીસ વડા એસ. આર. ઓડેદરાને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.
આમ આદમી પાર્ટી એ આવેદન પત્ર દ્વારા રજૂઆત કરેલ છે કે ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા વર્ષોથી સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ તેમજ વિવિધ ચુંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા તેઓના મળતિયાઓ અને વહીવટદારો દ્વારા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. એ બાબત નિર્વિવાદ છે કે, સરકારના વિવિધ વિભાગો અને કચેરીઓમા ભ્રષ્ટાચાર વગર આમ જનતાનુ કામ થઈ શકતું નથી. અને ભ્રષ્ટાચાર એ આજના વહીવટી કામનો પર્યાય બની ચૂક્યો છે. દરેક સરકારી કામ કરાવવા માટે દરેક કચેરીમાં ગેરકાયદેસર રીતે એક વહીવટદાર / દલાલ કાર્યરત હોય છે અને જે તે અધિકારી નાના કે મોટા કામમા અમુક રકમ, હિસ્સો કે અમુક સાધન સામગ્રી કે ગિફ્ટ લીધા વગર આમ આદમીનુ કામ કરતા નથી. આ ભ્રષ્ટાચારી બાબતોને જનતા કે જનપ્રતિનિધિઓ દ્વારા જે તે વિભાગના વડા કે સરકારના મંત્રી – મંત્રાલય સુધી સચોટ રજૂઆતો કરવા છતાં સરકારો તેવા અધિકારીઓ/કર્મચારીઓ/જનપ્રતિનિધિઓને નિયંત્રિત કરવામા સતત નિષ્ફળ રહી છે.
તાજેતરમાં મનોજ અગ્રવાલ (પોલીસ કમિશ્નર, રાજકોટ શહેર) અને તેમના તાબાની ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવી દ્વારા રાજકોટના વેપારી સાથે થયેલ છેતરપિંડીના નાણા આરોપી પાસેથી વસૂલી 75 લાખ જેવી માતબર રકમ ભ્રષ્ટાચાર દ્વારા વસૂલવામા આવી છે. શરૂઆતમા માત્ર અરજી તપાસ હાથમાં રાખી પોલીસ અધિકારીઓએ 75 લાખ જેવી વસૂલી લીધેલ છે. જે અંગે રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે ઘટનાની લેખિત જાણ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને કરી તેમજ ફરિયાદી સખીયાભાઈ એ રૂબરૂમા મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને મદદ માટે ગુહાર લગાવતા, મુખ્યમંત્રીની સીધી સૂચનાથી આરોપી પી.આઇ. ગઢવી વિરૂદ્ધ તપાસ નિમાઈ છે. એટલે કે સરકાર મુખ્ય આરોપી મનોજ અગ્રવાલ, પોલીસ કમિશ્નર વિરુદ્ધ હજુ પણ કોઈ ગુનો નોંધવા ઇચ્છુક નથી અને ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓને છાવરવા જેવી વૃત્તિ ધરાવે છે.આથી, આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા દ્વારા S.P. મોરબી મારફત ગૃહ વિભાગને આ આવેદન આપી અલ્ટીમેટમ આપી જાણ કરેલ છે કે મનોજ અગ્રવાલ (પોલીસ કમિશ્નર, રાજકોટ શહેર) વિરૂદ્ધ તાત્કાલિક એફ.આર.આઈ. નોંધી ગુનાની તપાસ હાઇકોર્ટના સિટિંગ જજની નિગરાનીમાં ADGP કક્ષાના પોલિસ અધિકારી દ્વારા કરવામાં આવે અને દૃષ્ટાંત રૂપ મનોજ અગ્રવાલની બદલી અથવા ધરપકડ કરી ડિસમિસ કરવામા આવે તેવી માંગ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ તેમજ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી વતી મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયા તેમજ મોરબી જિલ્લા ઉપપ્રમુખશ સંજયભાઈ ભટાસણા તેમજ મોરબી જિલ્લા મંત્રી જયદીપભાઈ સરસાવાડિયા તેમજ સાથી કાર્યકર્તાઓએ હાજર રહી S.P. મોરબીને આવેદનપત્ર આપવામા આવ્યું હતું
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide