તાજેતરમા રાજકોટ રૂરલ એલસીબીએ સતત બીજા દિવસે પત્તાપ્રેમીઓ પર ધોંસ બોલાવી છે. મંગળવારે રાત્રે લોધીકાના રાવકીમાં કમઢીયાના ધવલ ભુવાજી સહિત 7 લોકોને જુગાર રમતા બાદ બુધવારે રાત્રે શાપરના કારખાનામાં જુગાર રમતા કારખાનેદાર સહિત 7 આરોપીને દબોચી લઈ રોકડ, વાહનો, મોબાઈલ ફોન સહિત રૂ.34.96 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.
રાજકોટ રેન્જના આઇજી અશોકકુમાર યાદવ, રાજકોઠ એસપી હિમકરસિંહએ દારૂ જુગારની પ્રવૃતી સદંતર નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના અન્વયે રૂરલ એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરાના
માર્ગદર્શન મુજબ પીએસઆઈ એચ.સી.ગોહીલ ટીમ સાથે શાપર વેરાવળ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે સ્ટાફના એએસઆઈ રવિદેવભાઈ બારડ, બ્રિજરાજસિંહ જાડેજા, રોહીતભાઈ બકોત્રા, વકારભાઈ આરબ અને પ્રકાશભાઈ પરમારને બાતમી મળી હતી કે, શાપર (વેરાવળ) ઉર્જા ઇન્ડસ્ટ્રીઝ એરીયા નંબર-8માં આવેલ જય સરદાર એન્જીનિયરીંગ કારખાનામાં ઉપરના માળે આવેલ ઓફીસમાં સંકેત વાઘજી ખુંટ બહારથી માણસો બોલાવી લાઇટ પાણી અને જુગારના સાધનોની વ્યવસ્થા પુરી પાડી પૈસાની હારજીતનો જુગાર રમી-રમાડી નાલના રૂપિયા ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે આ બાતમી આધારે દરોડો પાડતા સંકેત વાઘજી ખુંટ ઉ.34, રાજકતોનો હાર્દિક ભુપત કાકડીયા ઉ.36, મૂળ અમરેલીના હાલ રાજકોટમાં રહેતા દિપક મગન વસાણી ઉ.65, શાપરના ગૌતમ વિનોદ વોરા ઉ.33, નિકાવાના રાઘવજી હરજી ત્રાડા ઉ.70, શાપરના વિપુલ મનસુખ વોરા ઉ.38 રહે. અને મોટાવડાના મુકેશ દિનેશ રાઠોડ ઉ.40ની ધરપકડ કરી પોલીસે જુગારના પટ્ટમાંથી રૂ. 1.56 લાખની રોકડ, 1.10 લાખના 7 મોબાઈલ, દીપક વસાણીની જીજે 03 કેસી 0369 નંબરની ઇનોવા ક્રિસ્ટા કાર, હાર્દિક કાકડીયાની જીજે 03 એમએચ 6592 નંબરની હ્યુન્ડાઇ ક્રેટા કાર, ગૌતમ વોરાનું જીજે 03 જેએ 6582 નંબરનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ એમ ત્રણેય વાહન મળી 32.30 લાખના વાહનો સહિત કુલ રૂ. 34,96,500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ગુનો દાખલ કર્યો હતો નિકાવાના 70 વર્ષીય રાઘવજી ત્રાડા અને રાજકોટના 65 વર્ષીય દીપક વસાણીને નવા કાયદા મુજબ સિનિયર સિટીઝન હોવાથી ધરપકડ કરાઈ નહોતી બાકીના આરોપીઓને પોલીસ મથકે લઈ જવાયા હતા અટકાયત કરાઈ હતી આ કારખાનાના શેડની જગ્યા દેરડી કુંભાજીના રસીકલાલ ગોપાલભાઇ દોંગાની માલિકીની હોય સંકેત વાઘજી ખુંટએ આ જગ્યા ભાડે રાખી વપરાશ કરતા હોવાનું અને જુગારનો અખાડો પણ ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide