રાજકોટ: ભારત અને ચીન વચ્ચે સર્જાયેલા તણાવના કારણે કેન્દ્ર સરકાર દ્વારા 59 જેટલી ચાઈનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જેમાં tiktok જેવી એપ્લિકેશન નો પણ સમાવેશ થાય છે. ત્યારે ચાઈનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ લાદવામાં આવતાં ભારતીય બનાવટની tiktok જેવી એપ્લિકેશન પણ હવે મેદાને આવી છે. ત્યારે રાજકોટના એક યુવાને tiktok પ્રકારની જ એપ્લિકેશન બનાવી છે
કેન્દ્ર સરકાર દ્વારા 59 ચાઈનીઝ એપ્લિકેશન પર લાદવામાં આવ્યો છે પ્રતિબંધ ત્યારે હવે ચાઇનીઝ એપ્સને ટક્કર મારે તેવી ભારતીય બનાવટની એપ્લિકેશન મેદાનમાં આવી ગઇ છે. ચાઈનીઝ છોડી લોકો ભારતીય બનાવટની એપ્લિકેશન અપનાવી રહ્યા છે. આ ટીકટોક જેવી એપ્લિકેશન રાજકોટના યુવાને બનાવી છે. ચા_ચા_ચા નામની બનાવી એપ્લિકેશન.
જૂન મહિનામાં ગલવાન ઘાટીમાં ભારતીય અને ચીની સેના વચ્ચે થયેલ હિંસક અથડામણમાં ભારતના કમાન્ડિંગ ઓફિસર સહિત ૨૦ સૈનિકોના મૃત્યુ થયા હતા. જે બાદ ભારતની કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ સ્ટ્રાઈક ના ભાગરૂપે ચાઇનાની 59 જેટલી એપ્લિકેશન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જે 59 એપ્લિકેશનમાં નાનેરા થી લઈ મોટેરા સુધી સૌ કોઈમાં પ્રખ્યાત એવી tiktok એપ્લિકેશન પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જેના કારણે હવે લોકો ભારતીય બનાવટની tiktok પ્રકારની જે એપ્લિકેશનને પણ આવકારી રહ્યા છે. ત્યારે રાજકોટના એક યુવાને આ જ પ્રકારની એક મોબાઇલ એપ્લિકેશન પણ તૈયાર કરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide