મોરબી : વૈશ્વિક મહામારી કોરોના વાયરસને પગલે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન લાગુ કરવામાં આવ્યા હતા. ત્યારે લોકડાઉનનું પાલન કરાવવા માટે ટ્રાફિક જવાનો પોતાની ફરજ નિભાવી રહ્યા હતા. હવે જયારે અનલોક દરમિયાન સરકાર દ્વારા શરતોને આધીન છૂટછાટો આપવામાં આવી હોવાથી રસ્તા પર ટ્રાફિક પૂર્વવત બન્યો છે. ત્યારે રાજકોટ ટ્રાફિક પોલીસે ઉતાવળમાં ફરીથી છબરડો કર્યો છે. આ અગાઉ પણ રાજકોટ ટ્રાફિક પોલીસના છબરડા સામે આવ્યા છે.
હાલમાં ટ્રાફિક પોઇન્ટ ઉપર તૈનાત ટ્રાફિક પોલીસ ઉપરાંત CCTVની સહાયતાથી ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઘરે મેમો મોકલવામાં આવે છે. ત્યારે રાજકોટ શહેર ટ્રાફિક પોલીસની CCTV સર્વેલન્સ ટીમ દ્વારા ભૂલથી વાહન નં. ખોટા નાખવાના કારણે રાજકોટના બાઇકચાલકનો મેમો મોરબીના કારચાલકને મોકલી દંડ ફટકારવામાં આવ્યો છે. મોરબીના કેનાલ રોડ પર મયુર એપાર્ટમેન્ટમાં રહેતા હીરાલાલભાઈ, જે મોટર કાર ધરાવે છે. તેને રાજકોટના બાઇકનો મેમો આવ્યો છે. આમ, રાજકોટ ટ્રાફિક પોલીસના આવા અણધડ વહીવટને કારણે મોરબીવાસીઓને પરેશાનીનો સામનો કરવો પડી રહેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide