મોરબી : તાજેતરમા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ દ્વારા મોબાઇલ થકી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ઇસમને પકડી પાડવામાં આવ્યો છે.
ગઈકાલે તા. 25ના રોજ પોલીસ સ્ટાફને પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી આધારે પોલીસે કરેલ ક્રિકેટ સટ્ટાની રેઇડમા મોરબીના રવાપર ગામમાં શિવ-શક્તિ સોસાયટીમા આવેલ પ્લુટો હાઉસ એપાર્ટમેન્ટ પાસેથી આરોપી સુરેશભાઇ મહેંદ્રભાઇ પૂજારા (રહે. રવાપર ગામ) પકડાયેલ હતો. જે હાલમાં ચાલી રહેલ આઇ.પી.એલ ટી-20 ક્રિકેટ મેચમાં આજ રોજની દીલ્હી કેપીટલ અને ચેન્નઇ સુપરર્કીગ વચ્ચેની મેચમા ક્રીકેટ સટ્ટો મોબાઇલ ફોનમાં એક એપ્લીકેશનમાં રમી રમાડી રોકડ રૂ. 12,400, મોબાઇલ ફોન કિ.રૂ. 5000 તથા સટ્ટાનું સાહીત્ય સાથે કુલ રૂ. 17,400ના મુદામાલ સાથે પકડાઇ ગયેલ હતો. જેના વિરુધ્ધ જુગાર ધારા મુજબ ધોરણસરની કાર્યવાહી કરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide