-
સરકારે નવી ગાઈડલાઈન કરી જાહેર : 19 શહેરોમાંથી કરફ્યુ પાછો ખેંચી લેવાયો, હવે માત્ર 8 મહાનગરોમા જ કરફ્યુ, તે પણ રાત્રીના 12થી સવારે 5 વાગ્યા સુધી
-
આજે કરફ્યુનો છેલ્લો દિવસ : કાલે તા.11થી નવી ગાઈડલાઈન લાગુ
મોરબી : રાજ્ય સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં મોરબી અને વાંકાનેરને મોટી રાહત મળી છે. મોરબી અને વાંકાનેરમાંથી રાત્રી કરફ્યુ હટાવી દેવામાં આવ્યો છે. હવે રાત્રી કરફ્યુ માત્ર 8 મહાનગરો પૂરતો જ સીમિત રાખવામાં આવ્યો છે. તેમાં પણ સમય ઘટાડીને રાત્રીના 12થી સવારે 5 વાગ્યા સુધીનો કરી દેવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ સ્થિતિની સમીક્ષા હાથ ધરીને કેટલાક નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ મુખ્ય સચિવ પંકજ કુમાર ,ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવો આ બેઠકમાં સહભાગી થયા હતા
કોર કમિટીમાં લેવાયેલા નિર્ણય અનુસાર હવે 11 ફેબ્રુઆરીથી રાજ્યના માત્ર 8 મહાનગરોમાં આગામી 18 ફેબ્રુઆરી 2022 સુધી દરરોજ રાત્રે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ અમલમાં રહેશે. વધારાના 19 શહેરોમાં જે રાત્રી કરફ્યુ અમલમાં મુકવામાં આવ્યો હતો. તે હટાવી લેવામાં આવ્યો છે. રાજ્યમાં હવે 8 મહાનગરો રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં જ રાત્રી કરફ્યુ અમલમાં રહેશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide