મોરબીમાં ધાર્મિક મંદિરોને નોટિસો અપાતા હિન્દૂ સંગઠનોમાં રોષ

0
1
/

મોરબી : હાલ સમગ્ર ગુજરાત રાજ્યમાં સરકારી જગ્યાઓ ઉપર તેમજ રોડ-રસ્તામાં નડતરરૂપ ધાર્મિક દબાણો હટાવવાનો મામલો ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહ્યો હોય મોરબી જિલ્લામાં ધાર્મિકસ્થાનોના દબાણ મામલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મહત્વની બેઠક યોજી જિલ્લામાં ધાર્મિક દબાણો કેટલા છે તેનો તાકીદે સર્વે કરી રિપોર્ટ મંગાવ્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. બીજી તરફ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા આવા 49 ધાર્મિક દબાણોને પુરાવા રજૂ કરવા તાકીદ કરી હોવાનું સામે આવ્યું છે. જ્યારે પાલિકા તંત્ર દ્વારા મંદિરોને નોટિસ આપવા મામલે હિન્દુ સંગઠનોએ નારાજગી સાથે રોષ વ્યકત કરી પાલિકાને કેમ અન્ય દબાણો નથી દેખાતા તેવા વેધક સવાલો ઉઠાવ્યા હતા.

પ્રપાત વિગતો મુજબ સમગ્ર રાજ્યમાં જાહેર સ્થળો પર ખડકાઈ ગયેલા ગેરકાયદે ધાર્મિકસ્થાનોને સમયમર્યાદા તબક્કાવાર હટાવવા અંગે હાઇકોર્ટે કરેલા આદેશ બાદ એપ્રિલ માસમાં હાથ ધરાયેલી સુનાવણીમાં ગુજરાત સરકારની નિષ્ક્રિયતા પર હાઇકોર્ટ સખત બની હતી. અદાલતે આ બાબતએ ગૃહ સચિવનો જવાબ માંગ્યો હતો. લાંબા સમયથી ચાલી રહેલા આ કેસમાં મહેસુલ અને ગૃહવિભાગને તાત્કાલિક સરકારી જગ્યામાં ઉભા થયેલા ધાર્મિક દબાણો મામલે સોગંદનામું રજૂ કરવા આદેશ કરવામાં આવતા જ મોરબી જિલ્લા વહીવટીતંત્ર દોડતું થયું હોવાનું જાણવા મળે છે.

દરમિયાન મોરબી નગરપાલિકા વિસ્તારમાં રોડ-રસ્તા અને સરકારી જમીન ઉપર ઉભા થયેલા ધાર્મિક દબાણો મામલે 49 જેટલા કિસ્સામાં નોટિસ ફટકારવામાં આવી હોવાનું અને આવા ધર્મસ્થાનની જમીનના માલિકીના પુરાવા સાથે સંચાલકોને હાજર થવા ફરમાન પણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. હાલમાં જિલ્લા વહીવટીતંત્રએ તમામ તાલુકામાંથી આ વિગતો મંગાવતા સરકારી તંત્ર ધાર્મિક દબાણોના સર્વે માટે દોડતું થયું છે.

– textજ્યારે મોરબીમાં ધાર્મિક મંદિરોને નોટિસ આપવામાં આવતા નગરપાલિકાની આ કાર્યવાહી હિન્દુ સમાજની લાગણીને ઠેસ પહોંચાડવા સમાન હોવાનું જણાવી હિન્દુ યુવા વાહીની જિલ્લા પ્રમુખ કે.બી.બોરીચાએ જણાવ્યું હતું કે, અગાઉ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સમયે પાલિકાએ રામભક્ત હનુમાનજીના મંદિરને તોડીને હિન્દુ સમાજની લાગણીને ઠેસ પહોંચાડવાનું કાર્ય કરેલું હતું. નગરપાલિકાને શું નથી ખબર કે કેટલા એવા ઠેકાણે અવેધ બાંધકામ થઈ ગયા છે ? ઘણી બધી એવી જગ્યાએ છે જ્યાં પાણીના નિકાલ બુરી દેવામાં આવ્યા છે અને ટ્રાફિક સમસ્યા સર્જાઈ એવા પણ અનેક સ્થાન છે જ્યાં ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું છે. તો શા માટે હિન્દૂ સમાજના જ ધર્મસ્થાનને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. ગેરકાયદેસર બાંધકામ કેમ નગરપાલિકાને દેખાતા નથી ? તેવા વેધક સવાલો પણ ઉઠાવવાની સાથે ભારે રોષ હિન્દુ સંગઠનો દ્વારા વ્યકત કરવામાં આવ્યો છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/