હાલ રાજકોટ શહેરની પાણીની જરૂરિયાત મુખ્યત્વે આજી, ન્યારી અને ભાદર ડેમ ઉપરાંત સૌની યોજનામાંથી પણ પૂરી કરવામાં આવે છે. જોકે, આગામી એપ્રિલ અને મેં મહિનામાં સૌની યોજનામાં મેન્ટેનન્સ માટેની કામગીરી કરવામાં આવનાર હોવાથી મનપા દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ફેબ્રુઆરી સુધીમાં આજી અને ન્યારી ડેમને ભરી આપવા માંગ કરવામાં આવી હતી. છેલ્લા લગભગ 15 દિવસથી બંને ડેમોમાં નર્મદાના નીર ઠાલવવામાં આવી રહ્યા છે. હાલ આ બંને ડેમો 85% કરતા વધુ ભરાઈ ચુક્યા છે. જેમાં આજી ડેમની સપાટી 26.88 અને ન્યારીની સપાટી 23.62 ફૂટ પહોંચી છે. આ બંને ડેમો પુરેપુરા ભરાય ત્યાં સુધી પાણીની આવક ચાલુ રાખવામાં આવનાર છે. જેને લઈને આગામી ઉનાળામાં પાણીની કોઈપણ સમસ્યા રંગીલા રાજકોટનાં લોકોને રહેશે નહીં.
વોટર વર્ક્સનાં અધિકારી દેથરીયાએ જણાવ્યું હતું કે, રાજકોટની પાણી સમસ્યાને ભૂતકાળ બનાવનાર સૌની યોજના રાજકોટવાસીઓ માટે જીવાદોરી બની ગઈ છે. છેલ્લા કેટલાંક વર્ષોથી આયોજના થકી શહેરનાં આજી અને ન્યારી ડેમમાં ચોમાસા સુધી પાણી ખુટતુ જ નથી. તાજેતરમાં જ રાજકોટ મહાનગરપાલિકાએ વધુ એકવાર બંન્ને ડેમોમાં નર્મદાનાં નીર છોડવા સરકાર પાસે માંગણી કરી હતી. જેને તુરંત સ્વિકારી લેવામાં આવી હતી. છેલ્લા 17 દિવસથી આજી-1 અને ન્યારી-1 ડેમમાં સૌની યોજનાનાં ભરપૂર પાણી છોડવામાં આવી રહ્યા છે. હજુ પણ બંન્ને ડેમોમાં નર્મદાના નીર છોડવાનું સિંચાઈ વિભાગે ચાલુ જ રાખ્યુ છે.
ઉનાળાની પૂર્વ તૈયારીનાં ભાગરૂપે આજી-ન્યારીમાં નર્મદા નીર છોડવામાં આવી રહ્યા છે. જેમાં ત્યારે આજ સુધીમાં બંને ડેમો 86 ટકા કરતા વધુ ભરાઈ ગયા છે. આજની સ્થિતિએ આજી-1 ડેમ 86 ટકા ભરાઈ ગયો છે. હાલમાં ડેમમાં 776.93 એમ.સી.એફ.ટી.પાણીનો જીવંત જથ્થો છે. અને ડેમની સપાટી 26.77 ફૂટે પહોંચી ગઈ છે. પ્રાપ્ત વધુ વિગતો મુજબ છેલ્લા દિવસોમાં આજી-1માં 338 એમ.સી.એફ.ટી.નવુ નીર છોડાઈ ચુકયુ છે. અને હજુ પણ પાણીનો પ્રવાહ ચાલુ જ છે. જયારે, ન્યારી-1 ડેમ આજની સ્થિતિએ 84 ટકા ભરાઈ ગયો છે. અને ડેમની સપાટી 23.62 ફુટે પહોંચી છે.
આગામી ચોમાસા સુધી રાજકોટવાસીઓને પાણીની કોઈ સમસ્યા નડે નહી તે માટે બંને ડેમો પુરેપુરા ભરાય ત્યાં સુધી સિંચાઈ વિભાગ દ્વારા પાણી છોડવામાં આવનાર છે. હાલમાં ન્યારીમાં 1039 એમસીએફટી પાણીનો જીવંત જથ્થો ઉપલબ્ધ છે. જ્યારે પખવાડીયા દરમ્યાન ન્યારી-1માં 341 એમ.સી.એફ.ટી. નવુ પાણી છોડી દેવાયુ છે અને હજુ પણ ડેમમાં પાણી છોડવાનું ચાલુ છે. સિંચાઈ વિભાગ અનુસાર બંન્ને ડેમો 100 ટકા ભરાઈ જાય ત્યાં સુધી પાણી છોડવાનું ચાલુ રાખવામાં આવનાર છે. આગામી ઉનાળામાં પાણીની કોઈ સમસ્યા રહેશે નહીં. તેમજ લોકોને દરરોજ 20 મિનિટ પાણીનું વિતરણ કરવામાં આવશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide