મોરબીમાં રાજ્ય મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
મોરબી : હાલ મોરબી શહેરમાં રોટરી ક્લબ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મોરબી રોટરી કલબ દ્વારા મોરબી ખાતે ૨૭મી ફેબ્રુઆરીના રોજ સાયક્લો ફન-૨૦૨૨ના નામથી સાઇક્લિંગ રાઇડનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં 400 સ્પર્ધકો જોડાયા હતા.
આ સાયકલિંગ રાઇડને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવેલ હતી. આ રાઇડમાં શહેરના નાના બાળકથી માંડીને મોટી ઉંમરના ૪૦૦ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો. આ રાઈડ ૨૦, ૧૦ અને ૫ કિલોમીટર એમ ત્રણ કેટેગરીમાં કરવામાં આવેલ હતી. ૨૦ કિલોમીટરની રાઈડમાં ૫૦, ૧૦ કિલોમીટરની રાઈડમાં ૧૪૦ અને ૫ કિલોમીટરની રાઇડમાં ૨૦૦ થી વધારે વ્યક્તિઓએ ભાગ લીધેલ હતો.
મોરબી શહેરના લોકોમાં સાઇકલ ચલાવવા પ્રત્યે જાગૃતિ લાવી લોકો હેલ્ધી લાઇફ-સ્ટાઇલ તરફ વળે અને મોરબી શહેર પ્રદૂષણ મુક્ત બને તે હેતુથી સાયક્લિગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું. ભાગ લીધેલ દરેક વ્યક્તિને રોટરી ક્લબ દ્વારા ટીશર્ટ, મેડલ તથા પ્રમાણપત્ર આપવામાં આવેલ હતા. ૧૨ વર્ષથી નીચેની ઉંમરના દરેક ભાગ લીધેલ બાળકોને પ્રોત્સાહક ભેટ આપવામાં આવેલ હતી.
આ પ્રસંગે મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા રોટરી કલબના સિદ્ધાર્થભાઇ જોશી, બંસીબેન શેઠ, રસીદાબેન લાકડાવાલા તથા સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide