નગરપાલિકાના કચરા ઉપાડતા ટ્રેકટર, ટેમ્પો સહિતના વાહનો દોડે છે નંબર પ્લેટ વગર : ટેક્સ – વીમો ભરવા સામે પણ પ્રશ્નાર્થ
મોરબી : હાલ મોરબી પોલીસ દ્વારા હાલમાં નંબર પ્લેટ વગરના ડમ્પર, રીક્ષા સહિતના વાહનો ડિટેઇન કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે નગર પાલિકા કચેરીની માલિકીના તેમજ કોન્ટ્રાકટ બેઇઝ ચાલતા મોટાભાગના વાહનો નંબર પ્લેટ વગર દોડી રહ્યા હોવાનું બહાર આવ્યું છે અને આવા વાહનો સામે પોલીસ કાર્યવાહી કરશે કે નહીં તેવા સવાલ ઉઠી રહ્યા છે.
મોરબી નગરપાલિકામાં હાલમાં કચરો ઉપડવાથી લઈ અન્ય કામગીરી માટે પાલિકાની માલિકીના ઉપરાંત કોન્ટ્રાકટ બેઇઝ વાહનો ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે. જેમાના મોટા ભાગના વાહનો નું આયુષ્ય પણ પૂરું થઈ જવા પામ્યું હોવા છતાં જોખમરૂપ આવા વાહનો નંબર પ્લેટ વગર જ દોડાવવામાં પણ આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide