[રિપોર્ટ: રાધેશ બુદ્ધભટ્ટી] બનાવની ટુક માં હકીકત એવી છે કે મોરબી બી. ડીવીઝન પો. સ્ટે. ગુ. ૨જી. નંબર ૧૧૧૮૯૦૦૪૨૫૧૧૫૩/૨૦૨૫ બી. એન. એસ. ની કલમ ૧૦૮, તથા ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ ની કલમ ૨૦૧૧ ની કલમ ૪૦, ૪૨ ની ફરિયાદા જીગ્નેશભાઈ હરેશભાઈ મકવાણા નાઓએ મોરબી બી ડીવી. પો. સ્ટે. માં એવી ફરીયાદ આપેલી હતી કે તેનો ભાઈ નિલેશભાઈ એ પોતાની ઓફીસ માં જંતુનાશક દવા પી જઈ અને કુલ ૧૧ આરોપીઓ સામે વ્યાજ ના પૈસા ના દબાણ ના કારણે આપઘાત કરી મરણ ગયેલ હોય તે મતબલ ની ફરીયાદ જાહેર કરેલ છે
અને સદર ફરીયાદ ના કામે રૂષીભાઈ દેવીપ્રસાદ મહેતા નુ પણ આરોપી તરીકે નામ આપેલ હોય જેથી રૂષીભાઈ દેવીપ્રસાદ મહેતા નાઓએ મોરબી એડી. સેશન્સ જજ શ્રી મીતલ આર. નાદપરા સાહેબ ની કોર્ટ માં આગોતરા જામીન પર મુક્ત થવા મોરબી ના સીનીયર એડવોકેટ જીતેન્દ્રસિંહ આર. જાડેજા તથા એડવોકેટ શ્રી મહાવીરસિંહ અનોપસિંહ જાડેજા (ચાંદલીવાળા) મારફત આગોતરા જામીન અરજી કરતા આરોપી રૂષીભાઈ દેવીપ્રસાદ મહેતા ના વકીલ શ્રી જીતેન્દ્રસિંહ આર. જાડેજા તથા એડવોકેટ શ્રી મહાવીરસિંહ અનોપસિંહ જાડેજા (ચાંદલીવાળા) એ નામ. ગુજ. હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટ ના ચુકાદાઓ રજુ કરી ઘારદાર દલીલ કરતા મોરબી ના સેશન્સ જજ શ્રી નાગપરા સાહેબે આરોપી રૂષીભાઈ ને રૂા. ૫૦,૦૦૦/- ના આગોતરા જામીન ઉપર શરતો ને આધીન મુક્ત કરવાનો હુકમ કરેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
