હળવદ: સરા ચોકડીએ નવનિર્મિત પ્રવેશદ્વારનું ભૂમિ પૂજન

0
9
/

હળવદ : હાલ હળવદ શહેરમાં આવેલ સરા ચોકડી પાસે વર્ષો પહેલા એક પ્રવેશ દ્વાર હતો પરંતુ ગૌરવ પથનું નિર્માણ થતા તે પ્રવેશદ્વારનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું.ત્યાર પછી ત્યાં નવો પ્રવેશ દ્વાર બન્યો ન હતો.જેથી ગામની શોભામાં વધારો થાય તેવા શુભ આશયથી હળવદના રાવલ પરિવાર દ્વારા સ્વજનની પુણ્ય સ્મૃતિમાં ભવ્યાતિભવ્ય પ્રવેશ દ્વારનું સંતો તેમજ રાજકીયા આગેવાનોની હાજરીમાં ભૂમિ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.

હળવદના સ્વ.પુનરવશુભાઈ એચ.રાવલની પુણ્ય સ્મૃતિમાં હળવદની શોભામાં વધારો થાય તેવા શુભ આશયથી મનીષભાઈ રાવલ અને કેદાર ભાઈ રાવલના આર્થિક સહયોગથી શહેરની સરા ચોકડી પાસે આજે આકર્ષક પ્રવેશ દ્વારનું ભૂમિ પૂજન કરાયું હતું.આ પ્રસંગે શ્રી ભક્તિ નંદન સ્વામી, દિપકદાસજી મહારાજ,ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા,મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી,ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરીયા,તપનભાઈ દવે સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/