વાંકાનેર : આજે વાંકાનેર પેલેસમાં ચાલી રહેલ ફિલ્મ ગેસલાઇટના શૂટિંગ માટે છેલ્લા એક મહિના જેટલા સમયથી મોરબીની મહેમાન બનેલ સારાઅલી ખાને નેશનલ હાઇવે ઉપર વઘાસીયા ટોલનાકે સન રૂફ ગ્લાસ વાળી કારમાંથી એક ઝલક બતાવતા તેમના ચાહકો ફિદા-ફિદા થઈ ગયા હતા અને થોડી સેકન્ડો માટેનો વિડીયો શૂટ કરી ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં વિડીયો શેર કરતા આ વિડીયો ખુબ જ વાયરલ થયો છે.
હાલમાં વાંકાનેરમાં પેલેસ ખાતે બૉલીવુડ ફિલ્મ ગેસલાઇટનું શૂટિંગ ચાલી રહ્યું હોય સારા અલી ખાન, ચિત્રાંગદા સિંહા અને વિક્રાંત મેસી સહિતના કલાકારો મોરબીની હોટલ સરોવર પોર્ટિકામાં રોકાયા હોવાથી દરરોજ વાંકાનેર મોરબી વચ્ચે આવન-જાવન કરી રહ્યા છે ત્યારે સારા અલી ખાન એક લક્ઝુરિયસ ગાડીમાં સવાર થઇ કારના સનરૂફમાં ઉભા રહી વાંકાનેર નજીક વઘાસીયા ટોલનાકાથી પસાર થતા ફિલ્મ રસિયાઓએ સારા અલી ખાંનની એક ઝલક મેળવી ખુશખુશાલ બન્યા હતા.આ તકે કોઈએ સારા અલી ખાનનો સનરૂફ મુસાફરીનો વિડીયો ઉતારી લઈ ફેસબુક, ઇન્સ્ટગ્રામમાં વિડીયો શેર કરતા બુલિવુડ સોન્ગ સાથેનો આ વિડીયો હાલમાં ખુબ જ વાયરલ થયો છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide