એક ખાનગી લેબોરેટરીમાં અને ચાર જામનગર લેબમાં પોઝિટિવ રિપોર્ટ આવ્યા
મોરબી : મોરબીમાં આજે 25 જુલાઈ, શનિવારે સાંજે એક સાથે પાંચ કોરોના પોઝિટિવ કેસ જાહેર થયા છે. આજના નવા પાંચ કેસ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંકડો 223 થઈ ગયો છે.
શનિવારે સાંજે જાહેર થયેલા કોરોના કેસની મળતી વિગત મુજબ મોરબીના રવાપર-ઘુંડળા રોડ પર ક્રિષ્ના સ્કૂલની પાસે આવેલા કેશરીનંદન એપાર્ટમેન્ટમાં 301 નંબરના ફ્લેટમાં રવાહતા 40 વર્ષના પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમનું સેમ્પલ અમદાવાદ ખાનગી લેબમાં મોકલવામાં આવ્યું હતું. જ્યારે મોરબી આરોગ્ય વિભાગ દ્વારા જામનગર મોકલાયેલા સેમ્પલમાંથી ચાર લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં મોરબીના માધાપર-18માં રહેતા 30 વર્ષના મહિલા, મોરબીના ગ્રીનચોકમાં રહેતા 48 વર્ષના પુરુષ અને મોરબીના વિશિપરામાં રહેતા 70 વર્ષના મહિલા તેમજ મોરબીના રામક્રિષ્ના નગરમાં રહેતા 53 વર્ષના મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ અત્યાર સુધીમાં શનિવારે કુલ પાંચ નવા કેસ નોંધાયા છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 223 થઈ ચુકી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide