[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબી ખાતે કોંગ્રેસ સેવાદળની સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ સેવા દળના અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈએ અગ્રણીઓ અને કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
મોરબીમાં સૌરાષ્ટ્ર ઝોન કોંગ્રેસ સેવાદળ ની કારોબારી તેમજ સ્નેહ મિલન સમારોહ ક્રિષ્ના હોલ ખાતે યોજાયો હતો. જેમાં અખિલ ભારતીય કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ પ્રગતિબેન આહીર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજય કોટડીયા, જિલ્લા કોંગ્રેસ સેવાદલ અધ્યક્ષ બાબુભાઇ વેરાણા સહિત જિલ્લા કોંગ્રેસ હોદેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ વેળાએ અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈએ કહ્યું હતું કે આ કારોબારીમાં મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી. ભાજપ હાલ સતાના નશામાં ચૂર છે એટલે જ દીકરીઓના સરઘસ કાઢી રહ્યું છે. તેઓએ ઉમેર્યું કે મોરબી મહાપાલિકા બની છે. જેમાં પહેલું બોર્ડ કોંગ્રેસનું બેસે તેવી તૈયારી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide