કોંગ્રેસને અલવિદા કેહતો હાર્દિક પટેલ, ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ

0
233
/

હાર્દિકનું રાજીનામુ શબ્દ એ શબ્દોમાં , નારાજી નામામાં કોંગીનેતાઓને આડેહાથ લીધા : ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હીના નેતાઓને ચિકન સેન્ડવીચ મળી કે નહીં તેની ચિંતામાં

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ પાટીદાર અનામત આંદોલનથી ચમકમાં આવેલા પાસ નેતા હાર્દિક પટેલે આજે કોંગ્રેસના તમામ પદ ઉપરથી રાજીનામુ આપી ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે ધાર્યા મુજબ રાજીનામુ ધરી દઈ કોંગ્રેસની ગુજરાત નેતાગીરીની પોલ ખોલી છે, હાર્દિકે ગુજરાત કોંગ્રેસના નેતાઓ ઉપર આરોપ લગાવતા કહ્યું છે કે, ગુજરાતના ટોચના નેતાઓ ગુજરાતની પ્રજાના પ્રશ્નોની ચિંતા કરવાને બદલે માત્રને માત્ર દિલ્હીથી આવેલા નેતાઓને સમયસર ચિકન સેન્ડવીચ મળી કે, કેમ ? તેની ચિંતામાં જ રહે છે.રાજીનામામાં હાર્દિકે ભાજપના ભગવાન શ્રી રામનું મંદિર હોય, CAA-NRCનો મુદ્દો હોય, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાની વાત હોય કે GST લાગુ કરવામાં કોંગ્રેસ અડચણરૂપ બની હોવાનો સુર વ્યક્ત કરી ભાજપના વખાણ પણ કરી નાખ્યા છે.આજે હાર્દિકે પોતાના વોટ્સએપ ડીપીમાં કેસરી ખેસ વાળો ફોટો રાખી થોડામાં ઘણું કહ્યું છે.

મોરબીમાં વિશાળ ચાહક વર્ગ ધરાવતા હાર્દિક પટેલે કોંગ્રેસ સુપ્રીમો સોનિયા ગાંધીને આપેલ રાજીનામુ અક્ષરસઃ નીચે મુજબ છે.

શ્રીમતી સોનિયા ગાંધીજી.

વિષય :- કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપવા બાબતે. ઘણા પ્રયત્નો પછી પણ કોંગ્રેસ પક્ષ દ્વારા દેશ અને સમાજના હિતની તદ્દન વિરુદ્ધના કાર્યોને કારણે કેટલીક બાબતો તમારા ધ્યાન પર લાવવી અત્યંત જરૂરી બની ગઈ છે.

ભારત વિશ્વનો સૌથી યુવા દેશ છે. દેશના યુવાનોને સક્ષમ અને મજબૂત નેતૃત્વ જોઇએ છે. છેલ્લા લગભગ ૩ વર્ષમાં મેં જોયું છે કે કોંગ્રેસ પાર્ટી માત્ર વિરોધની રાજનીતિ પુરતી સીમિત રહી ગઇ છે, જ્યારે દેશની જનતાને એવા વિકલ્પની જરૂર છે જે તેમના ભવિષ્ય વિશે વિચારે, દેશને આગળ લઈ જવાની ક્ષમતા રાખે. અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર હોય, CAA-NRCનો મુદ્દો હોય, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાની વાત હોય કે GST લાગુ કરવાની હોય, દેશ લાંબા સમયથી તેનો ઉકેલ ઇચ્છતો હતો અને કોંગ્રેસ પાર્ટી માત્ર તેમાં અડચણરૂપ બનવાનું કામ કરતી રહી. ભારત હોય, ગુજરાત હોય કે મારો પાટીદાર સમાજ હોય દરેક મુદ્દે કોંગ્રેસનું સ્ટેન્ડ કેન્દ્ર સરકારનો વિરોધ કરવા પૂરતું જ સીમિત રહ્યું છે. દેશના લગભગ દરેક રાજ્યમાં કોંગ્રેસને જનતાએ નકારી કાઢી છે કારણ કે કોંગ્રેસ પક્ષ અને પક્ષનું નેતૃત્વ જનતા સમક્ષ પાયાનો રોડમેપ પણ રજૂ કરી શક્યું નથી.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/