મોરબીના શનાળા રોડ પર સ્પાની આડમાં કૂટણખાનું ઝડપાયું

0
714
/

શહેરના શનાળા રોડ પર આવેલ સ્પામાં બહારથી મહિલાઓ બોલાવી શરીર સુખ માટેની સગવડ કરી આપી ચલાવાતું કૂટણખાનું પોલીસે ઝડપી લઈને એક ઈસમને ઝડપી લઈને મુદામાલ કબજે લીધો છે

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન શનાળા રોડ પર ધર્મેન્દ્ર પ્લાઝાના ત્રીજા માળે આવેલ સ્કાયવર્લ્ડ સ્પામાં બાતમીને આધારે રેડ કરી હતી જ્યાં આરોપી સંજય આપાભાઈ ગરચર (ઉ.વ.૪૨) રહે લીલાપર રોડ ઓમકાર રેસીડેન્સી વાળાને ઝડપી લીધો હતો જે આરોપી પોતાના સ્પામાં આવતા ગ્રાહકોને બહારથી મહિલાઓ બોલાવી અનૈતિક શરીર સુખ માણવા માટે સાધન અને સગવડ કરી આપતો હોવાનું ખુલ્યું હતુંપોલીસે કૂટણખાનું ઝડપી લઈને રોકડ રૂ ૮૦૦૦, ૧ મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ અને કોન્ડોમ સહીત કુલ રૂ ૧૩ હજારનો મુદામાલ કબજે લઈને આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/