રાજકોટ,.તા. 3 વર્ષ 2025 ની શરૂૂઆત ના બે દિવસમાં જ સ્ટેટ જીએસટી દ્વારા ફરી એક વખત દરોડા પાડવાની કામગીરી આરંભવી દીધી છે એટલું જ નહીં જીએસટી વિભાગ ના અન્વેષણ વીર દ્વારા કરચરો ઉપર ત્રાટકવાનું શરૂૂ કર્યું છે અને ફરી એક વખત ઝુંબેશને સક્રિય કરવામાં આવી છે. ગઈકાલે સમગ્ર રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતા કોચિંગ ક્લાસના સંચાલકો ઉપર તવાઈ બોલાવવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ સ્ટેજ જીએસટી દ્વારા રાજ્ય વ્યાપી દરોડા પાડી કલચરો અંગે વધુ તપાસ તીવ્ર કરવામાં આવી હોવાનું પણ હાલ જાણવામાં આવ્યું છે. રાજકોટ સહિત રાજ્યમાં અનેક સ્થળોએ જે પણ સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરાવતા હોય તે તમામ કોચિંગ ક્લાસ સંચાલકોની યાદી જીએસટી વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી છે જેમાં ગણતરી માં આંગકી શકાય તેવા કોચિંગ ક્લાસમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી દર્શાવી અને તેમના દ્વારા કરચોરી કરતા હોવાની ફરિયાદો સ્ટેજ જીએસટી વિભાગને મળી હતી અને આ બાતમીના આધારે વિભાગ દ્વારા ગઈકાલે જ સમગ્ર રાજ્યમાં તવાઈ બોલાવી હતી.
મળતી માહિતી મુજબ કોચિંગ ક્લાસ ઉપર 18% જીએસટી વસૂલવામાં આવતો હોય છે ત્યારે ક્લાસીસ સંચાલકો તેના ક્લાસીસમાં વિદ્યાર્થીઓની ઓછી સંખ્યા દર્શાવી કરચોરી કરતા હોય અને આ પ્રકારની ફરિયાદો જીએસટી વિભાગને મળતા તેની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા તમામ તૈયારીઓ કરી લઈ હાલ દરોડા પાડવાની કામગીરી શરૂૂ કરી છે અને આ ઝુંબેશ આવનારા દિવસોમાં પણ યથાવત રીતે ચાલે તેવું માનવામાં આવી રહ્યું છે. કાલાવડ રોડ અને યુનિવર્સિટી રોડ ઉપર આવેલા આ કોચિંગ ક્લાસ પર સ્ટેટ જીએસટી વિભાગ ત્રાટક્યું હતું અને વિગતવાર તપાસ આરંભી હતી ત્યારે તપાસના પ્રથમ દિવસે તમામ રેકોર્ડની ચકાસણી કરવામાં આવી એટલું જ નહીં જરૂૂરી લાગ્યા હોય તેવા ડેટાને સીઝ પણ કરવામાં આવ્યા છે બીજી તરફ અન્ય રેકોર્ડની પણ તપાસ અને ચકાસણી કરવામાં આવી હોવાનું હાલ માલુમ પડ્યું છે.
રાજકોટ ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત, જુનાગઢ, જામનગર સહિતના સ્થળોએ જુદા જુદા કોચિંગ ક્લાસ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા અને કરચોરી અંગે તપાસનો ધમધમાટ પણ હાથ ધરવામાં આવ્યો હતો.
રાજ્ય કરવેરા કચેરી તરફથી આશા વ્યક્ત કરવામાં આવી છે કે જીએસટી વિભાગને કરોડો રૂૂપિયાની કરચોરી એટલે કે જીએસટી ચોરી હાથ લાગે તો નવાઈ નહીં બીજી તરફ નવા નાણાકીય શરૂૂ થવાને આડે હવે પોણા ત્રણ મહિના જ બાકી રહ્યા છે ત્યારે નાણાકીય વર્ષ પૂરું થાય તે પૂર્વે જે લક્ષ્યાંક આપવામાં આવેલો છે તેને પહોંચી વળવા હાલ ખૂબ મોટા ભાઈએ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને ભવિષ્યમાં એટલે કે આવનારા દિવસોમાં પણ જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવે તો નવાઈ નહીં.
જીએસટી વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં સ્ટેટ જીએસટી હોય કે સેન્ટ્રલ જીએસટી આ એજન્સી દ્વારા દરોડા પાડવામાં આવશે એટલું જ નહીં હાલ આ અંગે યાદી પણ વિભાગ દ્વારા તૈયાર કરી લેવામાં આવી છે જેથી એ વાત સ્પષ્ટ થાય કે કોણ કોણ જીએસટી ચોરી કરી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી જીએસટીને લઈને અનેકવિધ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને વિભાગ દ્વારા પણ દરોડા પાડવામાં આવ્યા છે જેમાં ખૂબ મોટા પ્રમાણમાં જીએસટી ચોરી પણ સામે આવી છે ત્યારે આ દુષણને દૂર કરવા માટે હવે વિભાગ આકરા પગલાં લઈ રહ્યું છે જેના ભાગરૂૂપે હવે જે પણ પેઢી ધારક અથવા તો કોઈ પણ ક્ષેત્રમાં જીએસટી ચોરી થતી હોય તેને ડામવા માટેના તમામ પ્રયત્નો અને પગલાઓ લેવામાં આવી રહ્યા છે. રાજકોટના આઇસીઇ સહિત અન્ય ક્લાસીસમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં જીએસટી ચોરી પકડાઈ તો નવાઈ નહીં.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide