કોયબા રોડ પરથી પસાર થતી નર્મદા કેનાલ કાઠેથી યુવાનનું બાઈક,મોબાઈલ મળી આવ્યા
હળવદ : શક્તિનગર ગામ પાસે આવેલ નકલંક ટાઉનશીપમાં રહેતા 23 વર્ષીય યુવાન કોયબા ગામ જવાના રોડ પરથી પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી ગયો હોવાની આશંકા વચ્ચે સવારથી અત્યારે મોડી રાત સુધી શોધખોળ કરવામાં આવી રહી છે. જો કે, હજુ સુધી યુવાનો કોઈ જ પત્તો લાગ્યો નથી.
બનાવ અંગેની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના શક્તિનગર ગામ પાસે આવેલ નકલંક ટાઉનશીપમાં રહેતા પ્રતાપભાઈ ધમાભાઈ ભુંભરીયા(રબારી) ઉંમર વર્ષ 24 આજે સવારના બાઈક લઈ દૂધ દેવા માટે હળવદ આવવા ઘરેથી નીકળ્યો હતો. જો કે, સવારના નવ વાગ્યા છતાં પણ પ્રતાપભાઈ ઘરે પરત ન આવતાં પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવતા યુવાનનું દુધના ભરેલા કેન સાથે બાઈક અને મોબાઈલ કોયબા રોડ પરથી પસાર થતી નર્મદા કેનાલ કાંઠેથી મળી આવ્યું હતું. જેથી યુવાન કેનાલમાં ડૂબી ગયો હોવાની આશંકા વચ્ચે પરિવારજનો, હળવદ પાલિકાનો સ્ટાફ તેમજ ટીકરથી તરવૈયાઓ બોલાવવામાં આવ્યા હતા. જોકે અત્યારે મોડી રાત સુધી આ યુવાનનો કોઈ જ પત્તો લાગ્યો ન હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ આ યુવાન કેનાલ કાઠે બાઈક,મોબાઈલ મૂકી અન્ય ક્યાંક ચાલ્યો ગયો હોવાની પણ આશંકા છે જેથી તે દિશામાં પણ પરિવારજનો તપાસ કરી રહ્યા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide