મોરબી : મોરબી તાલુકાના મહેન્દ્રનગરમાં આવેલ રામધન આશ્રમ ખાતે સરકારની ગાઇડલાઇનનું પાલન કરવામાં આવે છે. તેમજ ભક્તજનોને થર્મલ ગનથી ચેકિંગ, સેનેટાઈઝ તેમજ સોશિયલ ડિસ્ટન્સ સાથે પ્રવેશ આપવામાં આવે છે. રામધન આશ્રમ સવારે 6થી 9 તેમજ સાંજે 4થી 6 વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું રાખવામાં આવે છે.
હાલમાં શ્રાવણ માસ દરમિયાન ઉમિયા માતાના શણગાર તથા શિવપૂજા માત્ર આશ્રમના મહંત ભાવેશ્વરી માં તથા સ્ટાફ દ્વારા જ કરવામાં આવે છે. ભાવિકોને માત્ર દર્શનનો લાભ આપવામાં આવે છે. આશ્રમમાં આજે મોરબી જિલ્લાના ભાજપ બક્ષી પંચ મોરચા દ્વારા ભક્તોને વિનામૂલ્યે ઉકાળાનું વિતરણ તેમજ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ શ્રાવણ માસના દરેક સોમવારે રામધન આશ્રમ ખાતે ઉકાળા તથા માસ્કનું વિતરણ કરવામાં આવશે. ત્યારે નાના બાળકો તેમજ વૃદ્ધોને આશ્રમમાં આવવું નહિ, તેમ આશ્રમ દ્વારા યાદીમાં જણાવવામાં આવે છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide