ટંકારા : ટંકારા લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે હાલ ગામડાઓમાથી કોરોનાના ટેસ્ટ માટે લજાઈ PHC કેન્દ્ર પર લાઈનો લાગી રહી છે. ત્યારે કેન્દ્રમાં કોરોના ટેસ્ટ માટે આજુબાજુના ગામોમાંથી આવતા લોકોને કીટ ખલાસ થઈ જવાથી ધરમના ધક્કા ખાવા પડે છે.
હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે લોકો સાવચેતી માટે જાતે લક્ષણ જણાય તો ટેસ્ટ કરવા આવતા હોય છે. પરંતુ મર્યાદિત પ્રમાણમાં જ કીટ આવતી હોય તો લોકોને લક્ષણ હોવા છતાં કીટ ન હોવાને લીધે ટેસ્ટથી વંચિત રહે છે ત્યારે ટંકારા તાલુકાના ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમભાઈ વામજાએ લજાઈ PHC ને કોરોનાની મળતી કીટમા વધારો થાય અને લોકોને ન્યાય મળે તેવી સમાચારપત્રોના માધ્યમ થકી જવાબદાર તંત્રને પણ જાણ કરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide