હળવદ તાલુકાના ચાડધ્રા ગામની ઘટના
હળવદ : હાલ હળવદ તાલુકાના ચાડધ્રાં ગામે ગામમાંથી વાડીએ ટ્રેક્ટર લઈ જતા સમયે યુવતી ટ્રેક્ટર પરથી નીચે પટકાઈ જતા ટાયર માથા પર ફરી વળતા મોત નિપજ્યું હતું.
બનાવ અંગેની જાણવા મળતી વિગતો મુજબ મુળ મધ્યપ્રદેશના અને હાલ હળવદ તાલુકાના ચાડધ્રાં ગામે ખેતીકામ કરતા રાધુબેન કમલભાઈ આદિવાસી ઉંમર વર્ષ ૧૯ આજે ગામમાંથી વાડીએ ટ્રેક્ટરમાં બેસીને જતા હતા તે વેળાએ ટ્રેકટર ઉપરથી નીચે પડી જતા ટ્રેક્ટરનુ ટાયર માથા પરથી ફરી વળતા સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide