ટંકારામાં ધીમીધારે 1.5 ઇંચ વરસાદ, ડેમી-1ડેમમાં વધુ 7 ફૂટ પાણી આવ્યું

0
159
/

ટંકારામાં ધીમીધારે 1.5 ઇંચ વરસાદ, ડેમી-1ડેમમાં વધુ 7 ફૂટ પાણી આવ્યું

ઉપરવાસના વરસાદને પગલે ડેમી નદી અને ધજારીયાની પાટ ઓવરફ્લો : ખાલીખમ રહેલા ડેમી -1ડેમમાં 16 ફૂટ પાણી આવતા અને હજુ પ્રતિ કલાકે 11457 હજાર ક્યુસેક પાણીની આવક ચાલુ રહેતા ખેડૂતોમાં ખુશીની લહેર

ટંકારા : રાજકોટ સહિતના ઉપરવાસમાં મેધો મહેરબાન થતા ટંકારા પંથકના ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ છે.જેમાં ઉપરવાસમાં ભારે વરસાદથી ટંકારના ખાલીખમ રહેલા ડેમી-1 ડેમમાં વધુ 7 ફૂટ પાણી આવતા આ ડેમમાં પાણીની કુલ સપાટી 16 ફૂટે પહોંચી છે અને હજુ આ ડેમમાં 11457 હજાર ક્યુસેક પાણીની પ્રતિ કલાકે આવક થતી હોવાથી ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ છે.જ્યારે ડેમી નદી અને ધજારીયાની પાટ ઓવરફ્લો થઈ ગઈ છે.

ટંકારા પંથકમાં ગતરાત્રીથી આજ સવાર સુધીમાં ધીમીધારે દોઢ ઈંચ જેવો વરસાદ પડ્યો હતો.પરંતુ એના કરતાં ટંકારા પંથકના ખેડૂતોને ઉપરવાસના વરસાદથી સૌથી વધુ ફાયદો થયો છે.કારણ કે ચોમાસા પહેલા મિતાણા પાસેનો ડેમી-1ડેમ તળિયા ઝાટક હતો.ત્યારે છેલ્લા બે દિવસથી રાજકોટ સહિત ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી આ ખાલીખમ રહેલા ડેમી-1ડેમમાં નવા નીરની ધીગી આવક થઈ છે.ગઈકાલ સુધીમાં આ ડેમમાં 9 ફૂટ નવા નીર આવ્યા હતા અને ગતરાત્રિથી ઉપરવાસમાં ભારે વરસાદ ચાલુ રહેતા આ ડેમમાં 7 ફૂટ નવા નીર આવ્યા છે.એ સાથે ડેમમાં કુલ પાણીની સપાટી 16 ફૂટે પહોંચી ગઈ છે.આ રીતે આ ડેમમાં 350.80 એમસીએફટી પાણીનો સંગ્રહ થયો છે.હજુ પણ આ ડેમમાં પ્રતિ કલાકે 11457 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી હોવાથી ઉપરવાસમાં હજુ વરસાદ ચાલુ રહે તો કુલ 21 ફૂટની સપાટી ધરાવતો ડેમી-1ડેમ ઓવરફ્લો થવાના સંકેત મળી રહ્યા છે.જ્યારે ડેમી નદી અને ધજારીયાની પાટ ઓવરફ્લો થઈ ગઈ છે.જોકે ટંકારના બંગાવડી અને નસીતપર ડેમમાં હજુ નવા નીર આવ્યા નથી.પણ સિંચાઈના ડેમી-1 ડેમ અગાઉ ખાલીખમ હોય અને હવે મેઘકૃપાથી આ ડેમ પાણીથી હિલોળા લેવા મંડતા ખેડૂતો ખુશખુશાલ બની ગયા છે.મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/