[રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : મોરબીમાં એસએમસીએ હાઈપ્રોફાઈલ જુગાર કલબમાં તપાસની સાથે બે દરોડા પાડી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. બીજી તરફ સ્થાનિક પોલીસની ઢીલી કામગીરી પણ ઉઘાડી પડી છે. તેવામાં એસપીએ જિલ્લાના 7 પીએસઆઈ અને 11 પોલીસ કર્મીઓની બદલીના હુકમ કર્યા છે.
જિલ્લાના 7 પીએસઆઈની બદલી કરવામાં આવી છે. જેમાં ટંકારા પીએસઆઈ એમ.જે.ધાંધલની હળવદ, સિટી એ ડિવિઝનના પી.આર.સોનારાની એલઆઈબી મોરબી, એલઆઈબી મોરબીના જે.એલ.ઝાલાની વાંકાનેર સિટી, વાંકાનેર સિટીના ડી.વી.કાનાણીની હળવદ, એસસીએસટી સેલના કે.એચ.અંબારિયાની હળવદ, સિટી એ ડિવિઝનના બી.એ.ગઢવીની સિટી બી ડિવિઝન, આઈયુસીએડબ્લ્યુ એસ.વી.સામાણીની સિટી બી ડિવિઝનમાં બદલી કરાઈ છે.
મોરબી : મોરબીના રવાપરના પૂર્વ સરપંચ અને અગ્રણી બિલ્ડર, સામાજિક આગેવાન ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રાના પત્ની પુષ્પાબેને સ્વર્ગલોક પ્રયાણ કર્યા બાદ તેમની માસિક તિથિઓ પર...