હળવદમાં તસ્કરોનો તરખાટ : ઉપરા-છાપરી ચોરીના બનાવો : પોલીસ નાકામ

0
23
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

ગઈકાલે મોબાઈલની દુકાનમાં ખાતર પાડયા બાદ તસ્કરો સુખપર ગામમાં મોટો દલ્લો ઉસેડી ગયા

હળવદ : હાલ હળવદમાં તસ્કરો અનલોક થયા હોય તેમ બે દિવસમાં ચોરીના બે બનાવને અંજામ આપી તગડો હાથ ફેરો કરી લીધો છે. જો કે નવાઇની વાતતો એ છે કે આ બન્ને બનાવમાં હજુ સુધી પોલીસ દ્વારા માત્ર અરજી જ લેવાઈ છે તસ્કરો વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ ન હોવાનું સામે આવ્યું. જેથી પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થઇ રહ્યા છે.

હળવદમાં તસ્કરો સક્રિય બન્યા છે. જેની સામે પોલીસ સતત નિષ્ક્રિય રહેતી હોય જેના કારણે છેલ્લા એકાદ મહિનામાં જ ચારથી વધુ ચોરીના બનાવો સામે આવ્યા છે. જેમાં હજુ એક પણ ચોરને પકડવામાં હળવદ પોલીસને સફળતા મળી નથી. શહેરના જાનિફળી વિસ્તારમાં બંધ રહેણાક મકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યા બાદ મેઈન બજારમાં પણ દુકાન તોડી તસ્કરોએ ચોરીના બનાવને અંજામ આપ્યો હતો. ત્યારે ગઇકાલે પણ બસ સ્ટેશન રોડ પર આવેલ જય મોગલ નામની મોબાઇલની દુકાનમાં તસ્કરોએ નિરાંતે ચોરી કરી દોઢ લાખથી વધુના મોબાઇલ ચોરી ગયા હોવાનું સામે આવ્યું હતું.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/