મોરબીમાં તસ્કરો ધી ના ડબ્બા, વાળ કાપવાનું મશીન અને રોકડ ચોરી ગયા

0
155
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

સુપર ટોકીઝ નજીક એક સાથે ચાર દુકાનોમાં સામુહિક ચોરી મામલે ફરિયાદ નોંધાઈ

મોરબી : હાલ મોરબીના સુભાષ રોડ ઉપર સુપર ટોકીઝ નજીક બે દિવસ પૂર્વે એક સાથે ચાર ચાર દુકાનોને નિશાન બનાવી તસ્કરો ધી ના ડબ્બા, રોકડા રૂપિયા અને વાણંદની દુકાનમાંથી વાળ કાપવાનું મશીન ચોરી જતા આ મામલે ગઈકાલે વિધિવત ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની વાવડી ચોકડી, ભગવતી હોલની પાસે કૈલાસ પાર્કમાં રહેતા મોતીભાઈ તુલશીભાઈ મકવાણાએ સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ સુભાષ રોડ ઉપર આવેલ તેમની હરી ઓમ અગરબતી નામની દુકાનના તાળા તોડી અજાણ્યા ચોર ઈસમો દુકાનમા રહેલ ઘીના ડબ્બાઓ નંગ-૩ તથા અગરબતીના પેકેટ નંગ-૫ ચોરી કરી ગયા હતા.આ ઉપરાંત અન્ય વેપારીઓમાં મનીષભાઈ શશીકાંતભાઈ મીરાણીની દુકાન માથી રોકડ રૂ. ૪૦૦૦ તેમજ અનીલભાઈ દેવજીભાઈ સોલંકીની દુકાનમાથી વાળ કાપવાનુ મશીન ઉપરાંત નીમચંદ ભાઈચંદભાઈ મહેતાની દુકાનના તાળા તોડવાનો પ્રયત્ન કરી તસ્કરો કુલ રૂ. ૪૫૫૦ની ચોરી કરી જતા સિટી એ ડિવિઝન પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ આઈપીસી કલમ ૩૮૦ અને ૪૫૭ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/