મોરબીના નવલખી રોડ પર આવેલ રામનગર સોસાયટીમાં રહેતા પરિવારના રહેણાંક મકાનમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને સોનાચાંદીના દાગીના સહીત ૧.૬૦ લાખના મુદામાલની ચોરી કર્યાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ પર અવેઅલ રામનગર સોસાયટીમાં રહેતા અને મૂળ રાજમાલપીરારી છપરા બિહારના વતની અભીતોશભાઈ શ્રીપશુંપતિસિંહ શિખરએ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા.૧૩ ના રોજ રાત્રીના તે પોતાના પરિવાર સાથે મકાનના ઉપરના માળે સુવા માટે ગયેલ હોય ત્યારથી ગત.૧૪ ના સવારના ૬ વાગ્યા સુધીમાં કોઈ અજાણ્યા ઇસમે મકાનના દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી રસોડામાં રાખેલ પ્લાસ્ટિકના ડબ્બામાં રાખેલ રોકડ રકમ રૂપિયા ૮૦,૦૦૦ તથા સોનાનું બે તોલાનું મંગલસૂત્ર કીમત રૂ.૬૦,૦૦૦ અને બે સોનાના પાંચ પાંચ ગ્રામના પેન્ડલ કીમત રૂ.૨૦,૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૧,૬૦,૦૦૦ નો ચોરી કરી લઇ ગયા હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ પી.એસ.આઈ બી.ડી.પરમાર ચલાવી રહેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide