[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબીમાં વસતા સરડવા પરિવારનો સ્નેહમિલનનો કાર્યક્રમ તારીખ 12-1-2025 ને રવિવારના રોજ પટેલ સમાજવાડી શકત શનાળા ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં સરડવા પરિવારના પ્રતિભાવંત 19 ડોક્ટરોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વ્યસન મુક્ત થનાર સરડવા પરિવારના સભ્યનું સાલ ઓઢાડી તેમજ સ્મૃતિ ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. ડો. કરણ સરડવાએ hmpv વાયરસ તેમજ બાળકોને મોબાઇલની લતથી છોડાવવા માટેનું માર્ગદર્શન પોતાની આગવી શૈલીમાં આપ્યું હતું. પરિવારના બાળકો અને યુવાનો દ્વારા પ્રેરણાદાયી વક્તવ્ય, ગીતો, રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ જુદી જુદી ગેમ, ક્વિઝ રમાડી પ્રોત્સાહિત ઇનામ આપવામા આવ્યા હતા.
આ કાર્યક્રમના અંતે સમૂહમાં રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે મણીભાઈ નાથાભાઈ સરડવા, નિલેશભાઈ સરડવા, મનસુખભાઈ સરડવા તથા સ્નેહમિલન સમિતિના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન સરડવા નરેશભાઈએ કર્યું હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide