આજના યુવાનો સોશ્યલ મીડિયામાં સતત વ્યસ્ત રહેતા હોય છે જો કે, તેનો સદઉપયોગ કરતા નથી તે હક્કિત છે પરંતુ સોશ્યલ મીડિયાનો સદુપયોગ કરવાથી વાંકાનેર તાલુકા પોલીસે પાંચ વર્ષના મૂંગા બાળકનો માતા-પિતા સાથે ભેટો કરાવ્યો છે
થોડા સમય પહેલા ઢુવા નજીકથી એક પાંચ વર્ષની ઉમરનો બાળક બિન વરસી હાલતમાં મળી આવ્યો હતો અને તે હિન્દી કે પછી ગુજરાતી ભાષા જાણતો ન હતો જેથી કરીને રીધીશકુમાર કનૈયાલાલ મોદી (ઉ. ૩૫)એ આ અંગેની વાંકાનેર પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે મોરબીમાં સરદાર બાગ પાછળ આવેલ મેરી બ્રીટો મીશનરી ઓફ ચેરીટી સંસ્થામાં આ બાળકને મુક્યો હતો અને ઢુવા પોલીસ ચોકીના સુરેશભાઇ રામભાઇ ચાવડા તથા અનિભાઇ મનસુખભાઈ ઝાંપડીયા તેમજ અન્ય સ્ટાફે બાળકનો ફોટો સોશ્યલ મિડીયા મારફતે વહેતો કર્યો હતો જેથી કરીને બાળકના પિતા હાબુભાઇ શિરદારભાઇ જમરા જાતે આદીવાસી (ઉ ૪૦) કે જે હાલમાં ગ્રીન સ્ટોન સિરામિક લાકડધાર ખાતે રહે છે તે આવ્યા હતા તેના બાળકનું નામ પ્રકાશ હોવાનું તેમજ તે મૂંગો હોવાનું જણાવ્યું હતું તેને ફોટો બતાવતા તેઓ ઓળખી ગયા હતા જેથી કરીને બાળકનો કબજો તેના પિતાને મીશનરી ઓફ ચેરીટી સંસ્થા ખાતેથી સૌંપી આપેલ છે આમ મૂંગા બાળકનો સોશ્યલ મીડિયાના માધ્યમથી માતાપિતા સાથે પોલીસે ભેટો કરાવ્યો હતો
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide