જાહેર સ્થળોના કાર્યક્રમ માટે મંજૂરી ફરજીયાત લેવી પડશે
મોરબી : કાલે તા. 17થી માતા આદ્યશક્તિની ઉપાસનાનું પર્વ નવરાત્રી શરુ થવા જઈ રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ શેરી-ગરબા સહીત કોઈપણ પ્રકારના ગરબાના આયોજન પર પ્રતિબંધ મુક્યો છે. તેમજ નવરાત્રી દરમિયાન માતાની પૂજા-આરતી જેવા ધાર્મિક કાર્યક્રમો માટે 200 લોકોની મર્યાદામાં કાર્યક્રમોની છૂટ આપવામાં આવી છે.
આ કાર્યક્રમો માટે સરકારે અગાઉ PIની મંજરી લેવાનો આદેશ આપ્યો હતો. જેને લઈને હમણાં રાજ્ય સરકારે ફેરફાર કરી નવો નિર્ણય જાહેર કર્યો છે કે નવરાત્રી દરમિયાન ફ્લેટ કે સોસાયટીઓના રહિશોએ તેમના આવા સ્થળ કે પ્રીમાઇસીસમાં માતાજીની પૂજા-આરતી માટે પોલીસની કોઇપણ મંજૂરી મેળવવાની આવશ્યકતા રહેશે નહિ. તેમજ નવરાત્રી દરમિયાન જાહેર સ્થળો, માર્ગો અને સાર્વજનિક સ્થાનોમાં માતાજીની આરતી – પૂજાના કાર્યક્રમ માટે પોલીસની મંજૂરી મેળવવાની રહેશે. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમો દરમિયાન લોકોએ માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું સહિતની તમામ નવરાત્રીની ઉજવણીને લઈને જાહેર કરાયેલ ગાઈડલાઈનનું પણ પાલન કરવું ફરજીયાત રહેશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide