[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ ટીંબડીના પાટિયા પાસે આજે ટ્રક ચાલકો અને RTO વચ્ચે ઘર્ષણ થયાનો બનાવ સામે આવ્યો છે. જે મામલે RTO અધિકારીઓ દારૂ પીધેલી હાલતમાં હોવાના આક્ષેપો પણ થયા હતા.
આ અંગે RTO અધિકારીએ કોઈકે દારૂની બોટલ ગાડીમાં મૂકી દીધું હોવાનું નિવેદન આપ્યું છે.સહાયક મોટરવાહન નિરીક્ષક અપૂર્વ પટેલે જણાવ્યું કે અમે ઓવરલોડ વાહન લઈને આવતા હતા. ત્યારે વાહનચાલકે ગાડી રોકાવી તેના જાણીતા ટ્રાન્સપોર્ટરોને એકઠા કર્યા હતા. અંદાજે 200થી 250 લોકોનું ટોળું એકત્ર કરી ટ્રાફિક જામ કરવાનો પ્રયત્ન કર્યો હતો. સરકારી વાહનને રોકી દીધું હતું. ટોળામાંથી કોઈએ દારૂની બોટલ અંદર મૂકી દીધી હતી. અમારી ઉપર આક્ષેપ લગાવવામાં આવ્યો કે અમે દારૂ પીધેલ છીએ. અમે મેડિકલ કરાવવા જઈ રહ્યા છીએ. અમે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપેલ છે. એક ઓવરલોડ વાહન છોડાવવા બીજા લોકોને ઉશ્કેરવામાં આવ્યા હતા.આ મામલે તાલુકા પીઆઇ એન.આર. મકવાણાએ જણાવ્યું કે બન્નેની અરજી લીધેલી છે. તપાસ શરૂ કરવામાં આવી છે.ટ્રક ચાલકોએ પોલીસને કરેલી અરજીમાં જણાવ્યું છે કે અધિકારીઓ દારૂ પીધેલા હતા. ખોટી રીતે હેરાન કરતા હતા. જયારે આરટીઓ અધિકારીએ અરજીમાં જણાવ્યું છે કે ફરજમાં રૂકાવટ કરી છે. દારૂની બોટલ બીજા કોઈએ ગાડીમાં મૂકી દીધી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide