નવરંગ નેચર કલબ દ્વારા રવિવારે ફુલછોડના રોપા તથા વિવિધ ચીજવસ્તુઓનું રાહતદરે વિતરણ કરાશે

0
123
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી: હાલ નવરંગ નેચર કલબ દ્વારા આગામી તારીખ 9/1/2022ને રવિવારના રોજ સવારે 8:30 થી 01:00 દરમ્યાન ઉમિયા સર્કલ પાસે, મહાદેવ મંદિર પાસે,મોરબી ખાતે ફુલછોડ,રોપા તથા વિવિધ ચીજવસ્તુઓનું રાહત દરે વિતરણ કરવામાં આવશે.

ખજૂર,મોટા લીંબુ,મલેશિયનસાગ,એરિકપામ,મધુકામિની,મધુનાશી, બીજોરા,બીગોનિયા,ફણસ, નાગરવેલ વગેરેના રોપાનું રૂપિયા ૨૦ લેખે તથા અનેકજાતના ફુલછોડનું રાહત દરે વિતરણ કરવામાં આવશે.

આ ઉપરાંત ગાય આધારિત વિવિધ ચીજવસ્તુઓ,એલોવેરા જેલ,પ્લાસ્ટિકના ચબુતરા,દેશી ઓસડિયા, ખાખરા,આયુર્વેદિક દવા વગેરેનું પણ વેચાણ કરાશે.

માટીના કૂંડા,તાવડી,કોડિયા, ચકલી ઘર વગેરે ચીજવસ્તુઓ ઉપરાંત કાશ્મીરી લસણ,વિવિધ વનસ્પતિના પાંદડાનો પાવડર,વિવિધ સરબતના પાવડર, શાકભાજીના બિયારણો વગેરેનું પણ રાહત દરે વિતરણ કરવામાં આવશે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/