- પિત્ઝા બેઝને કપડાથી ઢાંકીને એક કલાક માટે ગરમ જગ્યાએ રાખો જેથી તે ફૂલીને ડબલ થઈ જાય
- તૈયાર પિત્ઝા પર ઓરેગાનો અને સમારેલું લાલ મરચું ઉમેરીને સ્વાદ વધારી શકાય છે
સ્વાદિષ્ટ અને ક્રિસ્પી પિત્ઝા ખાવા માટે હંમેશા આપણે બહાર જઈએ છીએ અથવા ઘરે ઓર્ડર કરીએ છીએ. પરંતુ લોકડાઉન દરમિયાન ઘરે હોવાથી તેને જાતે જ બનાવવાનો ટ્રાય કરો. તેને બનાવવા સરળ છે. તેના માટે કેટલીક સામગ્રીની જરૂર પડશે, જે સરળતાથી મળી જશે.
પિત્ઝા બેઝ બનાવવા માટે
- પહેલા એક કપ હુંફાળા ગરમ પાણીમાં 1 નાની ચમચી ખાંડ નાંખો. ત્યારબાદ 1 નાની ચમચી એક્ટિવ ડ્રાઈ યીસ્ટ મિક્સ કરો. તેને ઢાંકીને 10 મિનિટ માટે રાખો. 10 મિનિટ બાદ યીસ્ટ આથો આવી જશે. જો આથો ન આવે તો તમારી યીસ્ટ જુની છે.
- હવે મોટા બાઉલમાં 2 કપ મેંદો, સ્વાદ પ્રમાણે મીઠું, નાની ચમચી ઓરેગાનો મિક્સ કરો. ફરી યીસ્ટ ઉમેરો. હવે થોડું પાણી ઉમેરીને લોટ બાંધો. લોટ વધારે કડક ન હોવો જોઈએ અને નરમ પણ ન હોવો જોઈએ. તેને 10થી 15 મિનિટ માટે મસળીને રાખો. જો લોટ સૂકાઈ જતો હોય તો પાણીના છાંટા નાખવા જેથી લોટ નરમ રહે.
- હવે નાની ચમચી યીસ્ટ બાંધેલા લોટ પર લગાવો. તેને બાઉલમાં મૂકો અને કપડાથી ઢાંકીને એક કલાક માટે ગરમ જગ્યાએ રાખો જેથી તે ફૂલીને ડબલ થઈ જાય. આ દરમિયા પિત્ઝા સોર્સ તૈયાર કરો.
- પીત્ઝા સોસ બનાવવા માટે
- 1 ટામેટું, 1 ડુંગળી ( ઝીણી સમારેલી), 10 લસણની કળી અને 4-5 લાલ મચરાને પાણીમાં ઉકાળો અને ઠંડુ કરો. ટામેટાની છાલ કાઢી લો. તેને મિક્સરમાં ક્રશ કરી લો. પેનમાં 2 મોટા ચમચ તેલ ગરમ કરીને ટામેટાનું મિશ્રણ નાખીને થોડી મિનિટ સુધી ચઢવા દો. ત્યારબાદ ઢાંકણ ઢાંકીને ઘટ્ટ થવા દો.
- -હવે એક ચમચી ઓરેગાનો, 1 નાની ચમચી ખાંડ, કાળા મરીને ભૂક્કો, મીઠું નાખો. ત્યારબાદ થોડી સેકન્ડ સુધી તેને ચઢવા દો. હવે ઠડું થવા દો.
- બાંધેલા લોટને થોડી સેકન્ડ માટે ફરીથી મસળવો. તેને કપડાથી ઢાંકીને 10 મિનિટ માટે રાખો. હવે 1 મોટો ચમચો મેદો અથવા મકાઈનો લોટ છાંટીને તેના પર બાંધેલો લોટ રાખો અને હાથથી ગોળ ગોળ ફેરવતા ગોળાકાર રોટલો તૈયાર કરો અને બેઝ બનાવો.
- આ બેઝને વધારે પાતળું ન કરવું. હવે બેઝને પિત્ઝા ટ્રે અથવા સ્ટીલની પ્લેટમાં રાખો. આંગળીઓથી બેઝની વચ્ચેના ભાગને હળવા હાથથી એવી રીતે દબાવો કે તેની કિનારી થોડી બહાર આવે. ફોર્કથી બેઝ પર કાણા પાડવા જેથી બેઝ ફૂલે નહીં.
- તેના પર પિત્ઝાનો સોર્સ નાખો. પ્રોસેસ્ડ ચીઝ અને મોઝરેલા ચીઝ કાપીને અથવા છીણીને નાખો. ત્યારબાદ શિમલા મરચા, ડુંગશી, ટામેટા, લીલા મરચા અને મનપસંદ શાકભાજી સમારીને નાખો. ઈચ્છો તો તમે ઉપરથી ચીઝ ઉમેરી શકો છો. હવે મોટી કઢાઈમાં 3-4 વાટકી મીઠું નાખો.
- વચ્ચે સ્ટીલની રિંગ, સ્ટેન્ડ અથવા વાટકી રાખો, કઢાઈને ઢાંકીને 10-15 મિનિટ માટે ગરમ તાપે ગરમ કરો. હવે સ્ટેન્ડ પર પિત્ઝા રાખો અને તેને ઢાંકીને તેજ આંચ પર 10થી 12 મિનિટ સુધી બેક કરો. તૈયાર પીત્ઝા પર ઓરેગાનો અને સમારેલા લાલ મરચા નાખો અને સર્વ કરો.
- ઓવનમાં પિત્ઝા બનાવવા માટે ઓવનને 200 ડિગ્રી સેન્ટીગ્રેડ પર 5થી 10 મિનિટ સુધી પ્રિહીટ કરો. ફરી તેમાં પિત્ઝા રાખીને 20 મિનિટ સુધી બેક કરો. આ તૈયાર છે ટેસ્ટફૂલ પીઝા
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide