ટ્રેજડી વિકટીમ એસોસિયએશનની અરજી સુપ્રિમકોર્ટમાં દાખલ : જવાબદાર અધિકારીઓને છાવર્યાનો આરોપ
મોરબી : અઢી વર્ષ પૂર્વે વર્ષ 2022ના ઓક્ટોબર માસમાં મોરબીનો ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં 135 નિર્દોષ નાગરિકોના મૃત્યુ નિપજવાની ઘટનામાં અંતે સીબીઆઈ દ્વારા તપાસનો માર્ગ મોકળો બન્યા હોવાના સંકેતો મળી રહ્યા છે. ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ દુર્ઘટનાનો ભોગ બનેલા પીડિતોના પરિવારજનોના સંગઠન ટ્રેજડી વિકટીમ એસોસિએશને સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી બાદ સુપ્રીમ કોર્ટે અરજી દાખલ કરી ગુજરાત સરકાર અને સીબીઆઈને નોટિસ આપી જવાબ માંગ્યો હોવાનું જાણવા મળે છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ટ્રેજડી વિકટીમ એસોસિએશને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં જણાવાયું હતું કે, ગુજરાત પોલીસ દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી તપાસ પ્રત્યે વિશ્વાસ નથી. 135 નિર્દોષ નાગરિકોના મૃત્યુની આટલી મોટી દુર્ઘટનામાં એક પણ અધિકારીને જવાબદાર ગણવામાં આવ્યા નથી જેથી તપાસ પક્ષપાતી હોવાનું જણાય છે. પીડિતોએ તેમની અરજીમા સ્પષ્ટ કર્યું છે કે આજ કારણોસર અમોને સુપ્રિમકોર્ટમાં આવવાની ફરજ પડી છે. કારણ કે ગુજરાત પોલીસ દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી તપાસ પ્રથમ દૃષ્ટિએ પક્ષપાતી હોવાનું જણાય છે.
ઑક્ટોબર 2022ની મોરબી બ્રિજ દુર્ઘટનાના પીડિતોના પરિવારજનોના સંગઠન ટ્રેજડી વિકટીમ એસોશિએશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન એટલે કે સીબીઆઈને નોટિસ પાઠવી જવાબ મંગવામાં આવ્યો છે. આ કેસમા ગુજરાત પોલીસ દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી તપાસ પ્રત્યે પીડિત પરિવારો દ્વારા વિશ્વાસની ખોટ વ્યક્ત કરવામાં આવી છે.
ટ્રેઝડી વિકટીમ એસોસિએશન વતી એડવોકેટ ઉત્કર્ષ દવે દ્વારા સુપ્રિમકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવ્યા બાદ ગત તા.17 એપ્રિલના રોજ જસ્ટિસ એમ.એમ.સુંદરેશ અને જસ્ટિસ રાજેશ બિંદલની ડિવિઝન બેંચે નગરપાલિકાઓના કમિશનર, મોરબી નગરપાલિકા, મોરબી જિલ્લા કલેક્ટર, અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ, સીબીઆઈ અને ગુજરાત સરકારને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે.
વધુમાં સુપ્રીમ કોર્ટમાં ટ્રેઝડી વિકટીમ એસોસિએશને કરેલી અરજીમાં જણાવ્યું હતું કે, ઝૂલતો પુલ તૂટી પડવો એ મોરબી નગરપાલિકા, મોરબી કલેક્ટર અને કોન્ટ્રાક્ટર કંપની (અજંતા/ઓરેવા ગ્રૂપ)ના સભાન કૃત્યો અને ભૂલનું સીધું પરિણામ હતું, જેમા કથિત રીતે ઝૂલતો પુલ ‘રિપેરિંગ’ કર્યા પછી જાહેરાત દ્વારા લોકોને પુલ ઉપર આવવા આમંત્રિત કર્યા હતા. સાથે જ આ કેસમાં 30 ઓક્ટોબર, 2022ના રોજ એફઆઈઆર નોંધવામાં આવી હતી, ત્યારબાદ 23 જાન્યુઆરી, 2023ના રોજ ચાર્જશીટ અને 7 માર્ચ, 2023ના રોજ પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જો કે, આ દસ્તાવેજોના અવલોકનથી જાણવા મળે છે કે પોલીસે જાણી જોઈને તમામ આરોપીઓને મદદ કરવાનો પ્રયાસ કર્યો છે. અને ખાનગી કંપની સાથે કોન્ટ્રાકટ કરનાર મોરબી નગરપાલિકા અને કલેક્ટર કચેરીના રાજ્યના અધિકારીઓને છાવર્યા છે. સાથે જ આ કેસમાં સીટના તપાસ અહેવાલને પણ કોર્ટમાં સામેલ કરવામાં ન આવ્યાનો આરોપ લગાવી સમગ્ર મામલે સીબીઆઈ દ્વારા તટસ્થ તપાસની માંગ કરી જવાબદાર અધિકારીઓ સામે પણ પગલાં ભરવા માંગણી કરવામાં આવી છે. હાલમાં સુપ્રીમ કોર્ટ દ્વારા સરકાર અને સીબીઆઈ સહિતનાઓને નોટિસ ઇશ્યુ તેમનો જવાબ રજૂ કરવા જણાવ્યું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide