માળીયા (મી.) : તાજેતરમા સુરજબારી પુલ પર કાર ડિવાઈડર સાથે અથડાતા કારમાં સવાર ચાર લોકોને ઇજા પહોંચી છે. આ બનાવ અંગે જાણ થતા માળીયા (મી.) પોલીસ, એમ્બ્યુલન્સ અને સુરજબારી પેટ્રોલિંગ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અને અકસ્માતને લગતી તમામ કામગીરી કરવામાં આવી હતી.
આજે તા. 23ના રોજ આશરે બપોરના સવા બે વાગ્યે સુરજબારી પુલ નજીક કાર નં. GJ-05-CN-0196 ફુલ સ્પીડમાં પસાર થતી હતી. ત્યારે કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 32 વર્ષના પુરુષ, 27 વર્ષની મહિલા તેમજ 6 અને 3 વર્ષના બાળકને ઇજા પહોંચી હતી. જેમને માળીયા (મી.)ની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તેમજ આ અકસ્માતમાં કારને ખાસ્સું નુકસાન પહોંચ્યું છે.
આ બનાવ અંગે રાહદારીએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા 108ની ટીમ આવી પહોંચી હતી. તેમજ NHAI એમ્બ્યુલન્સની ટીમ, માળીયા (મી.) પોલીસ ટીમ તથા JCBની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. JCBથી કારને હટાવી ના શકાતા ક્રેનથી કારને ઉઠાવી અન્ય જગ્યાએ પહોંચાડવામાં આવી હતી. તેમજ ટ્રાફિક ક્લિયર કરવા સહિતની કામગીરીમાં સુરાજબારી પેટ્રોલિંગ ટીમ હાજર રહેલ હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide