સુરતમાં પતંગના તેજ દોરાથી ઈજાગ્રસ્ત થતાં મૂંગા પક્ષીઓની સારવાર માટે સામાજિક સંસ્થાઓ દ્વારા સેવા કરવામાં આવી રહી છે. સુરતના અલગ અલગ વિસ્તારમાં સેન્ટર બનાવીને સામાજિક સંસ્થાઓ સેવા કરી રહી છે. આ વર્ષે બર્ડ ફ્લૂનો ખતરો હોવાના કારણે સેવા કરનારને PPE કિટ પહેરીને સેવા કરવાની ફરજ પડી રહી છે. કોરોના સંક્રમણ હોવાથી માસ્ક પણ પહેરવાની ફરજ પડી રહી છે. વળી સેવા કરનારાઓને દર વખત કરતાં આ વખતે વધુ તકેદારી રાખવી પડી રહી છે. પક્ષીઓની સારવાર કરનાર તબીબો પર ખતરો વધુ હોવાથી સેન્ટરમાં PPE કિટ સતત પહેરી રાખવી પડતી હોવાથી મુશ્કેલી વચ્ચે પણ સેવા યથાવત રાખી રહ્યાં છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide