રાજકોટની સીનર્જી હોસ્પિટલને 50 હજારનો દંડ

0
8
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

રાજકોટ: હાલ રાજકોટ મહાનગરપાલિકા અને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત હોસ્પિટલો જે દર્દીઓ સાથે ખોટું કરતી હોય તો તેની ફરિયાદો સાંભળવામાં આવે છે અને તે બાદ ડેપ્યુટી કમિશનર કક્ષાના અધિકારી અને ચીફ હેલ્થ ઓફિસર સહિતની કમિટી દ્વારા મિટિંગ મળે છે અને જો હોસ્પિટલની ગેરરીતી સામે આવે તો તેને દંડિત પણ કરવામાં આવે છે જુલાઈ 2024 માં રાજકોટ મહાનગરપાલિકા ના હદ વિસ્તારમાં આવેલી મવડીની સિનરજી હોસ્પિટલ દ્વારા આયુષ્યમાન કાર્ડ ધારક પાસે ગેરકાયદેસર રીતે 10,000ની રકમ વસૂલવાની ફરિયાદ મળી હતી જે બાદ આ હોસ્પિટલ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી.

જે પુરવાર થતાં આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલને દર્દી પાસેથી વસૂલવામાં આવેલી રકમ કરતાં પાંચ ગણી વધુ રકમ પેનલ્ટી રૂપે ફટકારવામાં આવી છે. આરોગ્ય અધિકારી જયેશ વાકાણી દ્વારા પેનલ્ટી અંગે નાયબ નિયામક ગાંધીનગરને પત્રમાં જણાવવામાં આવ્યું કે માપદંડો ધરાવતા પરિવારોને કુટુંબ દીઠ વાર્ષિક 10 લાખ સુધી નિયત કરેલી પ્રાથમિક સેક્ધડરી તેમજ ટર્સરિ બીમારીઓ માટે કેશલેસ સારવાર આપવામાં આવે છે. દરમિયાન રાજકોટ જિલ્લાની આયુષ્યમાન કાર્ડ હેઠળની સિનર્જી પ્રાઇવેટ લિમિટેડ હોસ્પિટલ દ્વારા દર્દી રાજુભાઈ પાસે ડિપોઝિટ પેટે 10,000 ની રકમ ભરાવવામાં આવી હતી જે બાબતે ક્યાંકને ક્યાંક ગેર રેતી સામે આવતા જિલ્લા કક્ષાએથી અધિકારીઓ દ્વારા આ કેસંગે તપાસ હાથ ધરવામાં આવી અને હોસ્પિટલને પણ દંડ ફટકારવામાં આવ્યો.
પીએમ-જય યોજના સાથે જોડાયેલી ખાનગી હોસ્પિટલો માટે નવી ગાઇડલાઇન જાહેર થયા બાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા જુદા જુદા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલોમાં તેને લગત ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે. આ અંગે મ્યુનિ. કોર્પોરેશનના વર્તુળોમાંથી જાણવા મળેલી વિગતો મુજબ રાજકોટની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, આયુષ્યમાન સિનર્જી પ્રા.લી. હોસ્પિટલ સામેના એક કેસની તપાસ રાજયના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી હતી. બાદમાં તાજેતરમાં નાયબ નિયામકે હોસ્પિટલના ડાયરેકટરને પત્ર લખીને પેનલ્ટી ભરવા અંગેની જાણ કરી છે અને તેની નકલ કલેકટર, મ્યુનિ. કમિશ્નર, જિલ્લા વિકાસ અધિકારીને મોકલી છે.
આ નોટીસમાં જણાવ્યા મુજબ પીએમ-જય યોજના અંતર્ગત નિયત માપદંડો ધરાવતા પરિવારોને કુટુંબદીઠ વાર્ષિક રૂા. 10 લાખની કેશલેસ સારવાર સરકાર દ્વારા અપાવવામાં આવે છે. આયુષ્યમાન સિનર્જી હોસ્પિટલ દ્વારા દર્દી રાજુભાઇ પાસે રૂા. 10 હજારની ડિપોઝીટ લેવામાં આવી હતી. જે અંગે 7 જુલાઈના રોજ ફરિયાદ મળતા ગેરરીતિ અંગે જિલ્લા કક્ષાએથી તપાસ કરવામાં આવી હતી. આ બાદ હોસ્પિટલ દ્વારા લાભાર્થી પાસેથી લેવામાં આવેલી રૂા. 10 હજારની રકમ તા. 23 ડિસેમ્બરના રોજ પરત આપવામાં આવી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/