ટંકારામાંથી દેશી દારૂની હેરાફેરી કરતી મહિલા સહીત ત્રણ ઈસમો પકડાયા

0
45
/
150 લિટરનો દેશી દારૂનો જથ્થો કબ્જે

ટંકારા : ટંકારા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોડ દ્વારા ટંકારાના ઉગમણા નાકા પાસે આવેલ ગાયત્રીનગરના નાકા પાસેથી ક્રુઝર ગાડીમાંથી દેશી દારૂ લીટર 150 સાથે કુલ મુદામાલ કિ.રૂ. 1,03,000 સાથે કુલ ત્રણ આરોપીઓને પકડી પાડેલ છે.

ગઈકાલે તા. 14ના રોજ ટંકારા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોડને ખાનગી રાહે મળેલ હકીકત આધારે ખાખી કલરની કલુઝર ગાડી, જેના રજીસ્ટર નંબર જીજે-09-Y-1238 સાથે આરોપીઓ શૈલેષગીરી ઉર્ફે કાનો ઉમેશગીરી ગોસાઇ (ઉ.વ. 24, ધંધો ડ્રાઇવીંગ, રહે. મઠવાળી શેરી, તા. ટંકારા), દિનેશભાઇ જગશીભાઇ સોલંકી (ઉ.વ. 35) તથા હંશાબેન દિનેશભાઇ સોલંકી (ઉ.વ. 33, ધંધો મજુરી, રહે. બંને કોટડા નાયાણી, તા.વાંકાનેર)ને ટંકારાના ઉગમણા નાકા પાસે આવેલ ગાયત્રીનગરના નાકા પાસે તેઓની ક્રુઝર ગાડીમાથી દેશી દારૂ 150 લીટર વેચાણ કરવાના ઈરાદે રાખી દેશી દારૂની હેરાફેરી કરતા કુલ મુદામાલ કિ.રૂ. 1,03,000 સાથે પકડી પાડી ટંકારા પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ વિરૂધ્ધ પોલીસે ગુન્હો દાખલ કરેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/