ટંકારા મોરબી વચ્ચે ત્રણ દિવસમાં ત્રણ વાહનની પલ્ટીના બનાવ

0
77
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

લજાઈ નજીક દ્રાક્ષ ભરેલ ગાડી પણ પલ્ટી : ગઈકાલે રીક્ષા અને બોલેરોની પલ્ટી

ટંકારા : રાજકોટ મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ વાહનોએ વિચિત્ર રીતે પલ્ટી મારવાના બનાવ સામે આવ્યા છે. જેમાં વ્હીલ અચાનક ચોંટી જતા આ વાહનોએ ગુલાંટ માર્યાનું સામે આવ્યું છે.

ટંકારા મોરબી વચ્ચે આજે લજાઈ નજીક દ્રાક્ષ ભરીને આવી રહેલ વાહન અચાનક પલ્ટી મારી જતા દ્રાક્ષનો જથ્થો રોડ ઉપર વેરણ છેરણ થયો હતો. એ જ રીતે ગઈકાલે ટંકારા મામલતદાર કચેરી નજીક બોલેરોના પાછળના બન્ને વ્હીલ ચોંટી જતા બોલેરો ઊંધેકાંધ પટકાયો હતો. આ ઉપરાંત એક સીએનજી રીક્ષા પણ આજ રીતે પલ્ટી મારી જતા વિચિત્ર અકસ્માતોની હરમાળાથી આશ્ચર્ય સર્જાયું છે. જો કે, સદનસીબે ત્રણે અકસ્માતમાં કોઈ જાનહાની થવાપામી નથી.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/