રસીકરણનો વધુ લાભ લેવા લોકોને નામ નોંધણી કરાવવાની અપીલ
ટંકારા: હાલ વર્તમાન સમયમાં કોરોના કહેરથી મચેલા અફડાતફડીના માહોલ વચ્ચે ટંંકારા તાલુકાના લોકોમાં ગભરાટની લાગણી ફેલાયેલી છે અને પંથકમા માંદગીનું પ્રમાણ પણ વધુ હોવાથી સમાજ સેવાના ઉદ્દેશ સાથે ટંંકારા બ્રહ્મસમાજ દ્વારા સરકારના કોરોના મુક્ત ભારત અભિયાનને વેગ આપવાના પ્રયાસરૂપે કોરોના પ્રતિકારક વેક્સિનનો રસી કેમ્પ યોજવાનું આયોજન ઘડાઈ રહ્યુ છે.
આ કેમ્પને ‘વેક્સિનોત્સવ’ નામ આપવામાં આવ્યું છે. આ અંગે વધુ વિગતો આપતા બ્રહ્મ સમાજના પ્રમુખ હર્ષદ ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે, ટંંકારા સહિત સૌરાષ્ટ્રમા કોરોનાએ પંજો કસતા પ્રજામા ભયનુ લખલખુ પ્રસરી ગયુ છે. વર્તમાન કપરી સ્થિતિ સામે બ્રહ્મસમાજ-ટંંકારાએ સમાજસેવાના ઉદેશથી ભારત સરકારના કોરના મુક્ત ભારત અભિયાન અંતર્ગત કોરોના વિરોધી રસી મુકાવવા માટે સામુહિક રસીકરણ કેમ્પનુ આયોજન કર્યું છે. જેમા પંથકના તમામ બ્રહ્મ જ્ઞાતિજનો, હવેલીપંથી વૈશ્ર્ણવજનો ઉપરાંત તમામ 45 વર્ષથી ઉપરના લોકો માટે આગામી દિવસોમા કોરોના વિરોધી વેક્સિન મુકાવવા સામુહિક કેમ્પનુ આયોજન કર્યું છે. સ્વૈચ્છિક રસીકરણનો લાભ લેવા માટે આધારકાર્ડ સાથે બ્રહ્મસમાજના ઉપપ્રમુખ અને હવેલીના મુખ્યાજી રમેશભાઈ ત્રિવેદી પાસે નામ નોંધણી કરાવવા બ્રહ્મસમાજના પ્રમુખ હર્ષદભાઈ ત્રિવેદીએ અપીલ કરી છે. હાલ કોરોના સામે રક્ષારૂપી કવચ માત્ર રસીકરણ જ હોય લોકોએ સ્વયં જાગૃત બની સમાજ સેવાના યજ્ઞમા જોડાવા અનુરોધ કર્યો છે. સામુહિક વેક્સિન કેમ્પના કાર્યક્રમ માટે ટુંક સમયમા તારીખ અને સ્થળ જાહેર કરવામાં આવનાર છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide