ટંકારાના નેકનામ નજીક વાડીમાંથી બે બાળકોનું કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ગઈકાલે અપહરણ કરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવતા જ પોલીસની ટીમ એકશનમાં આવીને બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી તો બનાવ અંગે ટંકારા પોલીસમાં બાળકોના પિતા એ ફરિયાદ નોંધાવી હતી.
ટંકારાના નેકનામ પડધરી રોડ પર વાડીમાં રહેતા કેસરભાઈ જેઠાભાઈ બારીઆ એ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે સવારના સુમારે તે તથા તેના પત્ની જોશનાબેન વાડીમાં કપાસ વીણતા હતા અને બંને બાળકો જેમાં મોટો દીકરો હાર્દિક (ઉ.૩) અને વૈભવ (ઉ.૧.૫) ઓરડીની બહાર આવેલ લીમડા પાસે રમતા હતા જે જોયા બાદ કેસરભાઈ વાડીમાં કામ કરવા ચાલ્યા ગયા હતા અને આશરે અડધા કલાક બાદ ઓરડી પાસે પાણી પીવા માટે જતા બંને દીકરાઓ જોવામાં ના આવતા પત્નીને અને શેઠને જાણ કરવામાં આવી હતી અને આસપાસમાં તપાસ કરવા છતાં પણ બંને બાળકો મળી આવ્યા ના હતાજેથી કેસરભાઈ એ ટંકારા પોલીસમાં જાણ કરવામાં આવતા ડીવાયએસપી એસપી એસ એચ સારડા સહિતની ટીમ, ટંકારા પોલીસ અને એલસીબી-એસઓજી ટીમેં બનાવની ગંભીરતા લઈને બાળકોની શોધખોળ હાથ ધરી હતી જે તપાસ દરમિયાન પોલીસની ટીમે અલગ અલગ સીસીટીવી, હ્યુમન સોસીસ અને ટેકનીકલ માહિતી મેળવી અને ટંકારા તાલુકા અને વાંકાનેર તાલુકા અને શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હાથ ધરવામાં આવતા એક મહિલા સાથે બંને બાળકો હેમખેમ મળી આવતા પોલીસે રાહત નો શ્વાસ લીધો હતોતો મહિલાને પોલીસે ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે હાલમાં મહિલા એ શા માટે બાળકોનું અપહરણ કર્યું કે મહિલા કોઈ છે તે અંગે સ્પષ્ટ માહિતી પોલીસની ટીમ મેળવી રહી છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide