ટંકારા: જબલપુર ગામે જુગાર રમતા છ શખ્સો પકડાયા

0
106
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/
પોલીસે કુલ રૂ. 22,300 કબ્જે કર્યા

ટંકારા : તાજેતરમાં ટંકારા તાલુકાના જબલપુર ગામે છ શખ્સોને જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા છે. તેમજ પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. 22,300 કબ્જે કર્યા છે.

ગઈકાલે તા. 30ના રોજ જબલપુર ગામમાં જાહેરમાં જુગાર રમતા મણીલાલ ડાયાભાઇ કુંડારીયા, રમેશભાઇ તળશીભાઇ શેરસીયા, સુરેશભાઇ ડાયાભાઇ કુંડારીયા, અમુભાઇ નરશીભાઇ ફેફર, મગનભાઇ વાલજીભાઇ નારીયાણી તથા સુરેશભાઇ રમેશભાઇ ભાડલીયાને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી રોકડ રૂ. 22,300 જપ્ત કરવામાં આવ્યા છે. તેમજ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. અને આરોપીઓની અટકાયત કરવામાં આવેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/